________________
૪. જૈન દેષ્ટિએ આત્મા : જસ્થાન વિચાર
જગતમાં બે તત્ત્વો છે. જડ અને ચેતન.
આ બેય તત્ત્વો અંગે વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનું મંતવ્ય કેટલો સમન્વય પ્રાપ્ત કરે છે તેનો આપણે વિચાર કરીશું.
પ્રથમ તો આત્મા અંગે વિચાર કરીશું. વર્તમાન વિજ્ઞાન આત્માનું અસ્તિત્ત્વ સ્વીકારતું જાય છે એ વાત હવે ઘણાં વિજ્ઞાનપ્રેમીઓ જાણે છે.
પ્રથમ તો જિનાગમની દૃષ્ટિએ આત્માનું શું સ્વરૂપ છે તે જોઈએ.
જૈન આગમોમાં આત્માની શાશ્વતતા અંગે જેટલું સ્પષ્ટ વિધાન મળે છે એટલું બીજે ક્યાંય મળતું નથી. જૈન દૃષ્ટિએ આત્મા નિત્ય છે અને દેહથી ભિન્ન છે. આત્મા પોતાના સ્વરૂપથી નિત્ય હોવા સાથે જુદા જુદા મનુષ્યાદિ સ્વરૂપે તો અનિત્ય પણ છે. એટલે કે પોતે નિત્ય હોવા છતાં મનુષ્ય, સ્ત્રી, પશુ, દેવ વગેરે સ્વરૂપે તેનાં જુદાં જુદાં પરિણામો તો થતાં જ રહે છે, આમ તે તે પરિણામસ્વરૂપ મનુષ્યાત્મા, સ્ત્રીઆત્મા, પશુઆત્મા, દેવાત્મા વગેરે અનિત્ય છે કેમકે મનુષ્ય વગેરે સ્વરૂપ આત્માનો નાશ થાય છે, છતાં આત્માનો પોતાનો સ્વરૂપથી તો નાશ થઈ જતો જ નથી.
સોનાની ઢીંગલી નાશ પામે અને તેમાંથી પછી સોનાની બંગડી બનાવવામાં આવે ત્યારે ઢીંગલી સ્વરૂપ સોનાનો નાશ થવા છતાં સોનું પોતે તો કાયમ જ રહ્યું અને તેથી તેમાંથી બંગડી બની. અહીં ઢીંગલી કે બંગડી એ સોનાનાં પરિણામો છે. બધી અવસ્થામાં સોનું પોતે કાયમ રહે છે.
આવું જ આત્માનું બને છે. મનુષ્યાત્માનો નાશ થાય અને દેવાત્મા તરીકે ઉત્પાદન થાય છતાં બંને અવસ્થામાં આત્મા તો કાયમ જ રહે છે એટલે જ પોતાના મૂળ સ્વરૂપની દૃષ્ટિએ આત્મા નિત્ય છે, પણ એના જુદાં જુદાં પરિણામોની દૃષ્ટિએ આત્મા અનિત્ય છે. પણ આ જ વાતને ટૂંકમાં એમ કહી શકાય કે આત્મા પરિણામી, નિત્ય છે.
એટલે આત્મા જેવી દેહથી ભિન્ન એક સ્વતંત્ર વસ્તુ છે અને તે પરિણામી નિત્ય છે એ વાત નક્કી થઈ.
આવો આત્મા કર્મનો કર્તા પણ છે, સમગ્ર આકાશમાં સર્વત્ર એવા એક પ્રકારની રજકણો ઠાંસીને ભરેલી છે જેને આત્મા પોતાની ઉપર સતત ચોંટાડતો હોય છે. આ સંસારમાં વસતો દરેક આત્મા રાગ અને રોષથી યુક્ત જ છે અને તે મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પણ યુક્ત જ છે. આ રાગરોષના ભાવો અને મન વગેરેની પ્રવૃત્તિઓને કારણે જ આત્મા દરેક સમયે પેલી રજકણોને ઝડપતો જ રહે છે. જેમ ચુંબકમાં ચુંબકીયત્વ હોવાથી તે લોહકણોને ખેંચે છે તેમ આત્મામાં રહેલું રાગાદિ ભાવોનું ચુંબકીય– પેલી રજકણોને ખેંચતું જ રહે છે. જે આત્મા રાગાદિ ભાવના ચુંબકીયત બળ વિનાના બનીને સિદ્ધ પરમાત્મા બને છે તેઓને જ આ ભયાનક રજકણો ચોંટતા નથી. આ રજકણો આત્માને લાગે છે ત્યારે પછી તેને કર્મ કહેવાય છે. દરેક રજકણ ‘ટાઈમ-બોમ્બ' છે. જયારે જયારે એ ટાઈમ બોમ્બ ફાટે છે ત્યારે તે આત્માને સુખ કે દુઃખ આપે છે, જીવન કે મૃત્યુ આપે છે, પુરુષપણું કે સ્ત્રીપણું, માનવજીવનું કે પશુજીવન, શ્રીમંતાઈ કે ગરીબાઈ આપે છે,
જેવા રાગાદિ ભાવોથી રજકણો આત્મા ઉપર ચોંટ્યા હોય તેવા ફલો સમય પાકતાં તે રજકણો અવશ્ય બતાવે છે. કોઈએ રોષ કરીને કીડી જેટલા જજુની હત્યા કરી, કોઈએ ચોરી કરી, કોઈએ મિત્ર સાથે માયાકપટ કર્યા તે વખતે જે રજકણો આત્માને ચોંટ્યા, તે રજકણો પોતાનો સમય પાકતાં જ એ આત્માને દુ:ખ આપે, મૃત્યુ આપે, સ્ત્રીપણું આપે, પશુજીવન વગેરે આપે. એજ રીતે સારું કામ કરતાં જે રજકણો આત્મા ઉપર ચોટે છે તે રજકણો સુખ, જીવન, શ્રીમંતાઈ વગેરે આપે છે.
જડ એવા રજકણોનો પણ આવો સ્વભાવ છે. દરેક જડ વસ્તુનો પોતાનો આગવો સ્વભાવ હોય છે. સ્વભાવ સામે દલીલ કામ કરતી નથી. અગ્નિનો સ્વભાવ છે દઝાડવાનો, પાણીનો સ્વભાવ છે ઠારવાનો. અહીં એ પ્રશ્ન થઈ શકતો નથી કે પાણીનો દઝાડવાનો સ્વભાવ કેમ નહિ? અગ્નિનો દઝાડવાનો જ સ્વભાવ શા માટે ?
જૈન દેષ્ટિએ આત્મા : ઉસ્થાન વિચાર
૩૮
વિજ્ઞાન અને ધર્મ