________________
જૈન દાર્શનિકોએ આત્મા, કર્મ અને મોક્ષના વિષય ઉપર સેંકડો ગ્રંથો લખ્યા છે, આત્મા અને કર્મનો અનાદિકાળથી સંયોગ છે માટે એ સંયોગથી ઉત્પન્ન થયેલો આ સંસાર પણ અનાદિકાળથી છે. આત્માના આ સંસારનો પહેલો ભવ હોઈ શકે નહિ. કૂકડી અને ઈંડુ એ બેમાંથી પહેલું કોણ? કદી પહેલા પિતા હોઈ શકે ? કે જે કોઈ પણ પિતાના પુત્ર જ ન હોય? એ પ્રશ્નનો જેમ ઉત્તર નથી તેમ આત્માના સંસારનો પહેલો ભવ કયો ? એ પ્રશ્નનો પણ ઉત્તર નથી. અસ્તુ. આપણે ખૂબ સંક્ષેપમાં જૈનાગમોનું આત્મા અંગેનું તત્ત્વજ્ઞાન જોયું.
આ ઉપરથી એ વાત સમજાઈ જશે કે આત્મા કર્મને (રજકણોને) પોતાની ઉપર ચોંટાડવાની ક્રિયા કરતો હોવાથી કર્મનો કર્તા છે અને જ્યારે જ્યારે એ રજકણો પોતાનાં ફળો બતાવે છે ત્યારે તેને આત્મા ભોગવે પણ છે જ, માટે આત્મા કર્મનો ભોક્તા પણ છે.
આવાં કર્મોથી આત્મા સર્વથા છૂટો થઈ જાય તેવું નામ આત્માનો મોક્ષ છે. ભલે અનાદિકાળથી આત્મા અને કર્મનો સંબંધ હોય છતાં પણ શુદ્ધધર્મના સેવનથી એ સંબંધનો અંત જરૂર આવી શકે છે. સોનું અને માટી ચિરકાળથી સંબદ્ધ હોવા છતાં અગ્નિના પ્રયોગથી શું તે બેનો સંબંધ મટી જતો નથી ? શું સોનું શુદ્ધ બની જતું નથી? આજ રીતે આત્મા પણ જયારે કર્મથી મુક્ત બને છે ત્યારે તે શુદ્ધ બનેલો આત્મા, ઉપર આવેલી સિદ્ધશિલામાં જઈને સદાને માટે સ્થિર થઈ જાય છે. ત્યાં તેની સાથે શરીર વગેરે કશું જ હોતું નથી. જે છે તે માત્ર પોતે જ છે, પોતાના જેવા અગણિત આત્માઓ છે. સદાકાળ માટે તે પોતાના જ આત્મિક શુદ્ધ આનંદને માણ્યા કરે છે. પછી તે કદાપિ આ જગતમાં અવતાર લેતો નથી. જો કોઈ જીવ એવા એવા શુદ્ધાત્મા પરમાત્માનું ધ્યાન ધરે છે તો તે પણ કર્મથી મુક્ત થતો શુદ્ધાત્મા પરમાત્મા બની જાય છે.
જેમ સઘળાં કર્મથી આત્માનો મોક્ષ થાય છે તેમ તે કર્મથી મુક્ત થવાના ઉપાયો પણ છે. એવું નથી કે એ મોક્ષ અકસ્માત થઈ જાય છે. જન્મ, જરા, રોગ, શોકાદિના ભયંકર દુઃખોથી મુક્ત થવું જ રહ્યું અને તે માટે જે ઉપાયો છે તેને જીવનમાં અપનાવવા જ રહ્યા. એ ઉપાયો છે ભગવાન જિનેશ્વરોએ બતાવેલું સાચું દર્શન, સાચું જ્ઞાન અને ઉત્તમ સદાચાર. આ ત્રણેય અગ્નિની ભઠ્ઠી સમા છે, જેમાં આત્મ-સુવર્ણ, કર્મના મેલથી છૂટું થઈ જઈને એકદમ શુદ્ધ બની જાય છે. - આજે જૈનદર્શનમાં આત્મા અંગે આ છ વાતો બતાવી છે, કે આત્મા છે, તે પરિણામી નિત્ય છે. કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાયો પણ છે.* * આત્માપ્તિ પરમી, વૈદ્ધઃ સર્ષા વિવિગેT I
F% દ્રિયો, હિંસાડવુદ્ધિક્ષતિઃ (પ્રમાણનયતત્ત્વા.)
જૈન દૃષ્ટિએ આત્મા : ષસ્થાન વિચાર
૩૯
४०
વિજ્ઞાન અને ધર્મ