________________
સાંભળ્યું છે કે રવીન્દ્રનાથ ટાગોરે ભગવદ્ગીતા ઉપર ગીતાંજલિ નામક એક પુસ્તક લખ્યું હતું. ભારતમાં એ પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું ત્યાં સુધી તો ભારતના લોકોએ કદર ન કરી. પરંતુ જયારે એ પુસ્તક પરદેશોમાં ગયું અને ત્યાં તે પુસ્તક ઉપર તે વર્ષનું નોબેલ પારિતોષિક ગીતાંજલિને મળ્યું ત્યારે ભારતીય વિદ્વાનોએ એની મુક્તકંઠે પ્રશંસા કરી. જયારે આ પારિતોષિક જાહેર થયું ત્યારે રવીન્દ્રનાથ તો બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. બંગાળાના સમર્થ વિદ્વાનો અને શ્રીમંતોનું એક ડેપ્યુટેશન રવીન્દ્રનાથને અભિનંદન આપવા આવ્યું. જયારે ટાગોર સ્નાન કરીને બહાર નીકળ્યા કે તરત બધાએ તેમને અભિનંદન આપ્યા. ટાગોર આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે, “પણ છે શું ? શાનાં અભિનંદન ! અને શાના ફૂલહાર !” ત્યારે જ તેમને જાણવા મળ્યું કે તેમને ગીતાંજલિ ઉપર નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એ જાણીને આશ્ચર્ય થશે કે આટલું જાણ્યા પછી ટાગોર આનંદિત થવાને બદલે ઉદાસ થઈ ગયા ! ખિન્નવદને તેઓ બોલ્યા, “મને માફ કરજો , હું તમારા અભિનંદન અને ફૂલહાર સ્વીકારી શકતો નથી. તમારી પાસે આ ગીતાંજલિ આવી ત્યારે તમે તેની કદર કરી ન શક્યા અને હવે જ્યારે અંગ્રેજો એ પુસ્તકની કદર કરે છે ત્યારે જ તમને એમ લાગ્યું કે આ પુસ્તક કદરપાત્ર છે ? અને તેથી જ હવે તમે મને અભિનંદન આપવા દોડી આવ્યા છો ને ! જો તમારામાં કદર કરવાજોગી પણ સ્વતંત્ર બુદ્ધિમત્તા ન હોય, જો તમે આ રીતે અંગ્રેજોની સામે જ સદા જોઈને બેસી રહેતા હોવ તો મારે એવી ભાડૂતી કદરની કશી જરૂર નથી !!! અંગ્રેજોની કદરથી મારા પુસ્તકની તમે કદર કરો એ સ્થિતિ મને નાપસંદ છે !!!!”
જેવું આ પ્રસંગમાં બન્યું તેવું જ પ્રસ્તુત પુસ્તકના લેખનના વિષયમાં પણ બની શકે. કોઈ એવી પણ કલ્પના કરી શકે કે જે તત્ત્વજ્ઞાનનું સત્ય સ્વયભૂ છે, સ્વતઃસિદ્ધ છે એ તત્ત્વજ્ઞાનની સત્યતા વળી વિજ્ઞાનની શોધોથી કરાતી હશે ?
અને જો આ રીતે વિજ્ઞાન દ્વારા તત્ત્વજ્ઞાનની મહાનતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમાં તત્ત્વજ્ઞાનની સાથે સાથે વિજ્ઞાનનું પણ
વિશિષ્ટ મૂલ્યાંકન થઈ જતું નથી ?
આ બધા પ્રશ્નો કે વિચારોની સામે એકજ જવાબ છે કે વિજ્ઞાનવાદનું આજે જગતને ખૂબજ આકર્ષણ છે માટે જ તેના દ્વારા તત્ત્વજ્ઞાનની સત્યતાને સિદ્ધ કરવાનો વિનમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજનું લોકમાનસ જ એવા પ્રકારનું છે કે તે સીધી રીતે શ્રદ્ધાના બળથી તત્ત્વજ્ઞાનને હૃદયથી ચાહી શકતું નથી. એટલે તત્ત્વજ્ઞાન તરફ તેની નજરને પાછી સ્થિર કરવા માટે તત્ત્વજ્ઞાન સાથે તેના જીવનનો સુભગ મેળ બેસાડવા માટે જ વિજ્ઞાનથી તત્ત્વજ્ઞાનનાં સત્યો સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.
બીજી વાત એ છે કે વિજ્ઞાનનું ખંડન કરીને તોષ લેવા કરતાં શા માટે સમન્વય-દષ્ટિ અપનાવીને તેના સુંદર સત્યોને નજરમાં લાવીને તત્ત્વજ્ઞાનનું મૂલ્ય વધુ સારી રીતે જગતમાં ન સ્થાપવું ? આ રીતે પણ એકવાર જો જીવાત્મા તત્ત્વજ્ઞાન તરફ આકર્ષાશે, ભગવાન જિનની સર્વજ્ઞતા ઉપર વિશ્વાસ કરવા લાગશે, એ સર્વજ્ઞતાના મૂળમાં રહેલી એમની વીતરાગતાને વધાવશે તો શું એ આત્મા કલ્યાણપંથનો પથિક નહિ બને શું ?
આ બધી મંગળમયી કામનાઓને અંતરમાં ભરીને વિજ્ઞાન, તત્ત્વજ્ઞાનને નજરમાં રાખવામાં આવ્યાં છે અને એમને કલમમાં ઉતારીને તત્ત્વજ્ઞાનની વિજયપતાકા ગગનમાં લહેરાવવાને અને ભગવાન જિનને સિદ્ધ કરવાનો મંગળ સંકલ્પ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ગ્રન્થમાં તો સર્વજ્ઞ ભગવાન જિનના તત્ત્વજ્ઞાનનાં કેટલાં સત્યો રજૂ કરી શકાય ? વિજ્ઞાનને હજી ઘણાં બધાં સત્યો પ્રાપ્ત કર્યા પણ નથી તો – એટલે વાતો મગજમાં પણ ન બેસે તેવી વાતોને ભારે જહેમત ઉઠાવીને, અનેક જીવનો અર્પાને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી તેમાંની ૩૦-૪૦ વાતો કે જે મારા ખ્યાલમાં છે-ત્તત્ત્વજ્ઞાનની અંદર તો હજારો વર્ષ પહેલાં કહેવાઈ ગયેલી છે. જિનાગમોના ગ્રન્થોમાં કંડારાયેલી પડી જ છે. આવું જો બતાડી દેવામાં આવે તો તત્ત્વજ્ઞાનનાં બાકીનાં બધાં સત્યો ઉપર અપૂર્વ વિશ્વાસ ન બેસી જાય શું?
કાકાહાહાહાહાકાર મચી ગયો છે જી ઈ . વિજ્ઞાનનાં ફરતાં વિધાનો
૩૩
૩૪
વિજ્ઞાન અને ધર્મ