________________
(૯) એટલું જ નહિ પણ તેઓ તો એમ પણ કહે છે કે થોડા સમય પૂર્વે તો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નાસ્તિક કહેવડાવવું એ તો અમુક મર્યાદા સુધી એક ફેશનની વાત ગણાતી. પણ આજે તેવો માણસ સારો ગણવામાં આવતો નથી. એવું કહેવાથી એ માણસની કોઈ મોટાઈ થતી નથી. નાસ્તિકતા એ એક ફેશનની વસ્તુ છે એ જૂના જમાનાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો, જે આજે રહ્યો નથી.
આ બધી વાત ઉપરથી બે વાત આપણે તારવી શકીએ છીએ. (૧) વિજ્ઞાનનાં વિધાનો ભ્રમપૂર્ણ હોય છે તેથી સતત પરિવર્તનશીલ હોય છે. (૨) વિજ્ઞાન સત્યાન્વેષી જણાય છે. (કે હતું ?) અને તેથી જ તે કેટલીક બાબતોમાં સત્યની વધુ ને વધુ નજદીક આવતું જાય છે. કેટલીક બાબતોમાં તો તે સત્યને આંબી જઈને સત્યમાં સર્વાંગે વિલીન થઈ જાય છે. જો કે હવે વિજ્ઞાનમાં પણ રાજકારણે પ્રવેશ કરીને એની સત્યાન્વેષિતાને ગળે ટૂંપો દીધો જણાય છે.
આ ઉપરથી જણાવવાનું એટલું જ છે કે ભગવાન જિન સર્વજ્ઞ હતા એ વાતની સિદ્ધિ કરવા માટે એમનાં વચનોની સત્યતાને વિજ્ઞાનની કેટલીક સિદ્ધિઓ દ્વારા સાબિત કરવી છે, છતાં એનું અર્થઘટન એવું કોઈ ન કરી લે કે એનાથી તો વિજ્ઞાનનું મૂલ્ય વધી જાય છે. ના નહિ જ. આવો ભ્રમ ન થાય તે માટે જ વિજ્ઞાનના વિધાનો કેટલાં બધાં પરિવર્તનશીલ છે એ વાત જણાવવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના વિધાનો વર્ષે વર્ષે સાવ જૂઠાં સાબિત થતાં રહે તેવા વિજ્ઞાનને ગૌરવ આપવાની કોઈ કલ્પના સુદ્ધાં પણ નથી. પણ છતાં આવા ચંચળ વિજ્ઞાનને પણ ઘણોં મોટો માનવસમૂહ ભારે આદરથી જુએ છે તેથી જ એ વિજ્ઞાનની સત્યાન્વેષિતાના (!) ગુણોથી વિજ્ઞાનને જે કોઈ સત્યો સ્પર્ધા તે અહીં પ્રગટ કરીને – આવાં આજે શોધાયેલાં સત્યોને તો ભગવાન જિને વાત વાતમાં પ્રકાશ્યાં હતાં –એ વાત અહીં રજૂ કરવી છે અને તે ઉપરથી એમ
Not very long ago, it was to some exetent fashionable in scientific circles to be an Agnostic. But today a man who takes pride in his ignorance is blamed and lionised. The attitude is quite out of fashion.
senger exereshenereste વિજ્ઞાનનાં ફરતાં વિધાનો
多
૩૧
સમજાવવું છે કે તેથી જ તે ભગવાન જિન અવશ્ય સર્વજ્ઞ હતા.
આમ વિજ્ઞાનનાં સંશોધિત સત્યોથી ભગવાન જિનના તત્ત્વજ્ઞાનની સહજ સત્યમયતા પ્રકાશમાં લાવીને એ તત્ત્વજ્ઞાનની સત્યતા સાબિત કરવાનો પ્રયત્ન હાસ્યાસ્પદ તો લાગે જ છે.
વિજ્ઞાન એ ફૂટપટ્ટી છે, તત્ત્વજ્ઞાન તો સ્વયંભૂરમણનો સાગર છે. ફૂટપટ્ટીથી કદી સાગર મપાશે ખરો ?
દરદીના શરીરનું ઉષ્ણતામાન જણાવતું થર્મોમીટર જમશેદપુરની લોખંડ ગાળતી ભઠ્ઠીની ઊષ્ણતા માપી આપશે ? કે સૂર્યની ગરમીનું માપ જણાવી શકશે ?
ગમે તેમ હોય, પણ જગતનો એક ન્યાય છે કે સોના જેવી બહુમૂલ્ય ચીજ પણ તુચ્છ એવી ચણોઠીથી તોલાય છે. એક તોલા સોનામાં લાખો ચણોઠી ખરીદી શકાય તેમ હોવા છતાં સોનાના વજનનો તોલ તો એ
ચણોઠી જ કરે છે.
ગૌરવવંતુ તત્ત્વજ્ઞાન છે ઃ સો ટચનું સોનું. ચણોઠી સમું છે : આજનું વિજ્ઞાન.
જગતનો આ ન્યાય લક્ષમાં લઈને જ અહીં વિજ્ઞાનથી તત્ત્વજ્ઞાનને તોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ન્યાયને કોઈ ન વીસરે. વિજ્ઞાન એ માત્ર ચણોઠી છે, તત્ત્વજ્ઞાન એ સુવર્ણ છે એ વાત પણ કોઈ ન ભૂલે. નહિ તો અનર્થ થઈ જવાનો પૂર્ણ સંભવ છે.
આજના બુદ્ધિવાદી માનવની એક મોટામાં મોટી માનસિક નબળાઈ છે કે તેનું મોં તે હંમેશ પશ્ચિમ તરફ જ રાખે છે. તેને બધુંય પશ્ચિમનું જ ગમે છે.
ભલે પછી ત્યાં બારે માસ ઠંડી પડતી હોય અને તેથી લોકો ગરમ કપડાં પહેરતા હોય, તોય ભારતીય જન એનું અંધ અનુકરણ કરવા સુધી તૈયાર–રહેવાનો અને તેમાં પાછો ગૌરવ લેવાનો.
પશ્ચિમના દેશો તરફના આવા અંધ અનુકરણે તો ભારતની પ્રજા પાયમાલ થઈ રહી છે. છતાં હજી આંખો ઊઘડતી નથી એ જ એની કમનસીબી છે.
૩૨
intersebuchhesistance વિજ્ઞાન અને ધર્મ