________________
એકવાર અમે બે મિત્રો રસ્તે ચાલતા ચાલતા થાકી ગયા, ખૂબ તરસ લાગી. મેં મારા મિત્રને કહ્યું, “આપણે અહીં થોડું દૂધ ખરીદી લઈએ.” મારા મિત્રએ મને પૂછ્યું, “દૂધ શું વસ્તુ છે ?” મેં કહ્યું, “અરે ! તમે દૂધ નથી જાણતાં ? જે પાતળું અને ધોળું હોય છે તે દૂધ !” મિત્રએ ફરી પૂછ્યું, ધોળું કેવું ?”
ઉ. - બતક જેવું. પ્ર. - બતક કેવું હોય ! ઉ. - મોડદાર ગરદનવાળું. પ્ર. - મોડ એટલે ?
મેં આ પ્રશ્નનો ઉત્તર દેતાં મારો હાથ વાંકો કરીને જણાવ્યું કે મોડ આવો વળાંક હોય છે. હવે તમે સમજી ગયા ને કે દૂધ શું વસ્તુ છે ?
જેને મોડદાર ડોક છે તે બતક છે, ધોળું છે તે બતક છે, બતક જેવું જે ધોળું તે દૂધ છે.
અહીં મોડની અપેક્ષા લઈને બતક ઓળખાવ્યું. અને એની ધોળાશની અપેક્ષાએ દૂધ ઓળખાવ્યું. આવી રીતે અપેક્ષા લઈને વસ્તુનો વિચાર કરવો એ જ સાપેક્ષવાદ છે.*
આલ્બર્ટ આઈન્સટાઈન પોતાની પત્નીને સરળ ભાષામાં સાપેક્ષવાદ સમજાવતાં કહે છે, “જયારે એક મનુષ્ય એક કન્યા સાથે વાત કરે છે ત્યારે એક કલાક એક મિનિટ જેટલો લાગે છે અને જયારે એજ મનુષ્યને અગ્નિના ચૂલા પાસે બેસાડવામાં આવે છે ત્યારે એક મિનિટ એક કલાક જેટલી જાય છે.”
પ્રો. એડિંગ્ટન સાપેક્ષવાદને સમજાવતાં દિશાનું દૃષ્ટાંત આપે છે. તેઓ કહે છે એડિનબર્ગની અપેક્ષાએ કેમ્બ્રિજની અમુક દિશા છે, જયારે લંડનની અપેક્ષાએ એ જ કેબ્રિજની બીજી દિશા થઈ જાય છે.' * Cosmology old & new P. 197 • A more familiar example of a relative quantity is 'direction' of an object. There is a direction of Cambridge relative to Edinburgh and another direction relative to London and so on.
- The Nature of Physical World. P. 26
એક વાત સમજી રાખવી કે સ્યાદ્વાદ એ અપેક્ષવાદ છે. વસ્તુના અનંત ધર્મોમાંથી કોઈ એકાદ ધર્મને અગ્રેસર કરીને વાત કરતો વાદ તે સ્યાદ્વાદ, વસ્તુની એક અપેક્ષાએ વિચાર કરવો તેને જૈનદાર્શનિક ‘ય’ કહે છે. જયારે વસ્તુની તમામ બાજુનો સ્વીકાર કરવાપૂર્વક વિચાર કરવો તેને ‘પ્રમાણ’ કહેવામાં આવે છે. નય એ આંશિક સત્ય છે જયારે પ્રમાણ એ સંપૂર્ણ સત્ય છે. સામે રહેલા ઘોડાને જોઈને ‘આ ઘોડો છે” એમ કહેવું તે આંશિક સત્યસ્વરૂપ નયવાક્ય છે, જયારે ‘આ ઘોડો પણ છે” એમ કહેવું તે પૂર્ણ સત્યસ્વરૂપ પ્રમાણવાક્ય બને કેમકે ‘પણ' શબ્દથી ઘોડામાં રહેલા અશ્વત સિવાયના પણ તમામ ધર્મોનો સ્વીકાર સૂચિત થઈ જાય છે.
આપણો જે જીવનવ્યવહાર છે તે બધો ‘નથ’ની ભાષામાં ચાલે છે, પ્રમાણની ભાષામાં નહિ. ટૂંકમાં આ બે સત્યો વચ્ચે અંતર રહેલું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક એડિંગ્ટન પણ આ જ વાત પોતાના શબ્દોમાં કહેતાં લખે છે કે, ‘પ્રાયિક સત્ય અને વાસ્તવિક સત્યની વચ્ચે આપણે એક રેખા ખેંચીએ છીએ. પદાર્થના કેવળ બાહ્ય, સ્વરૂપ સાથે સંબંધ રાખતું એક વક્તવ્ય સત્ય કહી શકાય, પરંતુ જે વક્તવ્ય તેથી પણ આગળ જઈને વસ્તુના તમામ અંશોને વ્યક્ત કરે છે. વાસ્તવિક સત્ય છે.*
નય પ્રમાણની વાતો સાથે વૈજ્ઞાનિકો કેટલા હળીમળી ગયા છે એ વિધાન ઉપરથી સમજી શકાય છે. આથી જ આપણે માનવું પડશે કે સ્યાદ્વાદ એ કોઈ અધૂરો વાદ નથી પરંતુ વસ્તુના પૂર્ણસ્વરૂપને પામવાનો યથાર્થ વાદ છે. આથી જ એક આચાર્યે કહ્યું છે કે, ‘જેના વિના જગતનો કોઈ વ્યવહાર જરાય ચાલી શકે તેમ નથી તે ત્રિભુવનગુરુ સ્યાદ્વાદને અમે નમસ્કાર કરીએ છીએ.*
• I think we often draw a distinction between what is true and what is really true. A statement which does not profess to deal with anything except appearances may be true a statement which is not only true but deals with the realities beneath the appearances is really true. ★जेण विणा लोगस्स ववहारो सव्वहा न निव्वडई।
तस्स भुवणेक्कगुरुणो णमोऽणेगन्तवायस्स ।। ફિર શાહ છે હાહાહાહાહાહાહાહાહાકાવારી ૨૫૨
વિજ્ઞાન અને ધર્મ
સ્યાદ્વાદ : સાપેક્ષવાદ
૫૧