________________
તેવું સુખ કે તેવું દુ:ખ.
પુત્રને એક ડીગ્રીનો તાવ માતા-પિતાને દુ:ખદ બને છે, પણ છે ડીગ્રીથી ઊતરતો ઊતરતો એક ડીગ્રી થાય ત્યારે તેજ એક ડીગ્રીનો તાવ સુખદ બને છે.
કૂતરો ઊંઘ બગાડતો ભસ્યા કરે ત્યારે પથારીમાંથી ઊઠીને આંખ ચોળતા ઊભા થતા સાહેબ બે-ચાર ગાળો સંભળાવી દે છે. પણ જ્યારે એમને ખબર પડે છે કે એ ભસવાના કારણે જ ચોરો નાસી ગયા, ત્યારે એજ પરિસ્થિતિ સાહેબને પ્રસન્ન કરી મૂકે છે.
એક જ નાની લીટી કોઈ મોટી લીટીની અપેક્ષાએ નાની છે. પરંતુ એથી પણ વધુ નાની લીટીની અપેક્ષાએ તો એ મોટી છે.
ગામઠી સ્કૂલનો માસ્તર ગામડામાં ભલે મહાન કહેવાતો હોય પરંતુ શહેરની કોલેજના પ્રોફેસરની અપેક્ષાએ તો તે મૂર્ખ જેવો કહેવાય, અને પ્રોફેસર જ મહાન કહેવાય. પરંતુ લંડનની વિશિષ્ટ પદવીવાળા ત્યાંના કોઈ ચાન્સેલરની અપેક્ષાએ તો પ્રોફેસર મહાન ન ગણાય અને મહાન એવો પણ ચાન્સેલર આઈન્સ્ટાઈનની અપેક્ષાએ તો કાંઈ જ ન ગણાય.
જુદી જુદી અપેક્ષાએ વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપો જોવા-સમજવા મળે છે. સ્યાદ્વાદ આપણને એ સ્વરૂપદર્શન કરવાનું કહે છે અને જે અપેક્ષાના વિચારથી ચિત્તશાન્તિ મળે તે અપેક્ષાને પકડી લેવાનું જણાવે છે.
એકજ કેરી અડધી સારી છે અને અડધી બગડેલી છે. બગડેલીનો વિચાર કરીને અશાન્ત થવું તે કરતાં શા માટે અડધી સારીનો વિચાર ન કરવો ?
શ્રી બુદ્ધ અને આનંદના સંવાદમાં સ્યાદ્વાદ પદ્ધતિ જ જોવા મળે છે. બુદ્ધ પોતાના શિષ્ય આનંદને પૂછે કે, “જે ગામમાં તું જાય છે એ ગામના લોકો તને ગાળો દેશે તો ?” આનંદ કહે છે, “ભલે ગાળો દે, પણ તે મારતા તો નથી ને ?” “રે ! મારશે તો ?” ભલે, તોય મારી તો નાંખતા નથી ને ??” “અને મારી પણ નાંખશે તો ?” “તોય શું ? આત્માનું તો કાંઈ જ બગાડતા નથી ને? માટે તેઓ મારા તો મિત્રો જ છે.''
જીવનમાં સ્યાદ્વાદ ઊતરે તો સઘળી જાતની અશાંતિઓ નિર્મૂળ થાય. જીવન અને વ્યવહાર પવિત્ર બને. નાહકની હૈયાધોળીઓ શાંત થઈ જાય. ભગવાન જિને સમગ્ર વિશ્વને કેવા અપૂર્વ સ્યાદ્વાદની ભેટ કરી છે !
જૈનદર્શનમાં અનેક દૃષ્ટાંતો આપીને સ્યાદ્વાદ સમજાવવામાં આવ્યો છે. વસ્તુમાત્રમાં ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેય ધર્મો રહે છે. આ ધર્મો પરસ્પર વિરોધી હોવા છતાં શી રીતે એકત્ર રહે છે તે બાબત એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. એક સોની સોનાનો કલશ તોડીને સોનાનો મુકુટ બનાવી રહ્યો છે. એ વખતે ત્રણ વ્યક્તિ ત્યાં આવે છે. સોનાની આ ક્રિયા જોતાં એકને હર્ષ થાય છે, બીજાને દુઃખ થાય છે, ત્રીજો મધ્યસ્થ રહે છે. જેને મુકુટ જ જોઈએ છે તે આનંદ પામે છે, જેને કલશ જોઈતો હતો તે, તેને નાશ પામતો જોઈને દુઃખિત થાય છે, જયારે ત્રીજાને માત્ર સોનાથી કામ છે એટલે પૂર્વોક્ત ઉત્પાદ-વિનાશમાં ય સોનું તો કાયમ છે એટલે તેને સુખ-દુ:ખ કશું થતું નથી, તે મધ્યસ્થ રહે છે. એકજ વસ્તુમાં કોઈનો ઉત્પાદ, કોઈનો વિનાશ અને કોઈની ધ્રુવતા એમ ત્રણે વસ્તુ રહી છે માટે ત્રણ વ્યક્તિને જુદી જુદી અનુભૂતિ થઈને ? માટે જે વસ્તુ માત્રને ત્રિગુણાત્મક કહે છે.*
બીજું પણ એક દૃષ્ટાંત આપવામાં આવે છે કે દૂધમાંથી દહીં બનતું જોઈને દુધની અપેક્ષાવાળાને તેનો વિનાશ જોતા દુ:ખ થાય, દહીંની અપેક્ષાવાળાને તેના ઉત્પાદ જોતાં આનંદ થાય, જયારે ગોરસની અપેક્ષાવાળો બેય સ્થિતિમાં ગોરસ તો છે જ માટે મધ્યસ્થ રહે છે.
આમ જુદી જુદી રીતે સ્યાદ્વાદ સમજાવવામાં આવ્યો છે. સાપેક્ષવાદની જટિલતા સમજાવવા પ્રો. મેકસવોર્ન એક સુંદર દૃષ્ટાંત આપે છે. તેઓ કહે છે, “મારો એક મિત્ર એકવાર પાર્ટીમાં ગયો. એને કોઈ મહિલાએ થોડા શબ્દમાં સાપેક્ષવાદ સમજાવવાનું કહ્યું. તરત મારા મિત્રએ એક વાત શરૂ કરી :
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् ।
શાનો મધ્યä નનો યતિ સહિમ્ - શા.વા.સમુ. Baઈ ગpiઈ શી રૌiાટે શીશita Side Disting digit api ગી શiઈ ગઈiા સાથish Di bra ta થી શpagin થી થiાણી ગાઈing in Engliણી
વિજ્ઞાન અને ધર્મ
સ્યાદ્વાદ : સાપેક્ષવાદ
૨૪૯
૨૫૦