________________
બીજાના દૃષ્ટિકોણથી વિચાર કરી લઈને તે માનવ પ્રત્યે તિરરકાર ઉત્પન્ન ન કરતાં મૈત્રી રાખવી અથવા છેવટે ઉદાસીન રહેવું. પર્વતના ટેકરા ઉપર રહેલા માણસને તળેટીના રસ્તે ચાલતા માણસો વહેંતિયા જેવડા જ લાગે. એની વાતને નીચે ઊભેલો માણસ તિરસ્કારે તે નહિ ચાલે. એક વખત એ પણ જો પર્વત ઉપર ચડી જાય તો એને પણ નીચે રહેલા માનવો વહેંતિયા જેવડા જ લાગવાના. કેમકે હવે તેનું દર્શન પેલા માણસના દૃષ્ટિકોણથી થયું. આમ દરેકના દષ્ટિકોણથી વિચાર કરવાથી જીવનવ્યવહાર ઘણાં સંઘર્ષોમાંથી મુક્ત બની જાય છે.
ટૂંકમાં એટલું જ જણાવવાનું કે સ્યાદ્વાદ દરેક વસ્તુની દરેક બાજુના જુદા જુદા દેષ્ટિકોણથી (જુદા જુદા એંગલથી) વિચાર કરવાનું કહે છે, દરેક પરિસ્થિતિને જુદી જુદી દષ્ટિથી મૂલવવાનું સમજાવે છે. કોઈપણ વસ્તુ ઉપર વધુ પડતી આસક્તિ થાય અને તેની પ્રગતિમાં કે તેના રક્ષણમાં તે ચિત્તને અશાન્ત કરી મૂકે તો સ્યાદ્વાદ કહે છે કે ‘મિત્ર, એ વસ્તુની બીજી અનેક બાજુઓ છે એનો પણ તું વિચાર કરી લે, એ વિનાશી છે, એ બીજાને દાનમાં આપી શકાય તેવી છે. એનું બાહ્ય સ્વરૂપ જ આકર્ષક છે. આંતરસ્વરૂપમાં તો એકલી અશુચિ ભરેલી છે........ વગેરે વગેરે જે જે દૃષ્ટિકોણથી વિચાર થઈ શકે તેને અજમાવ... પળ બે પળમાં જ તારું ચિત્ત આસક્તિ મુક્ત થઈ જશે.
ક્યાંક કોઈ ઉપર રોષ થઈ જતો હોય ત્યારે પણ સ્યાદ્વાદ આગળ આવીને કહે છે કે શા માટે આ તોફાન ? શુદ્ધ આત્માનું કોઈ કાંઈ જ બગાડી શકતું નથી, કેટલું જીવવું છે? વૈરથી વૈર કોનાં શમ્યાં છે? ક્ષણિક જીવનમાં આ કલેશ શા ? શાને જાતે જ અંતરને ક્રોધથી સળગાવવું ? વગેરે વગેરે દ્રષ્ટિકોણથી વિચારણાઓ કર. ચિત્ત શાંત થઈ જશે.
ટૂંકમાં, રાગ અને રોષના તમામ પ્રસંગોને સ્યાદ્વાદ નિવારે છે. ચિત્તની અશાંતિને ટાળીને તેને સ્વસ્થ બનાવે છે.
દુનિયામાં બે પ્રકારના માનવો હોય છે. કેટલાંક લઘુતાગ્રંથિથી પીડાય છે, બીજા કેટલાંક અહંતાગ્રન્થિથી પીડાય છે. સ્ટાદ્વાદ બેયને શાંતિ આપવા આગળ આવે છે. પોતાનામાં ઘણું છતાં કાંઈ જ નથી એવું જે
માને છે તેને કહે છે, “શા માટે તારી ઉપરની દુનિયા સામે જુએ છે ? તારાથી ઉપર ઘણાં શ્રીમંતો, બંગલાવાળાઓ, સ્વજનાદિના સુખવાળાઓ, નીરોગીઓની દુનિયા જરૂરી છે, પરંતુ દુનિયા એટલી જ નથી, તારા પગ નીચે પણ જો . ત્યાં પણ બીજી એક વિરાટ દુનિયા છે. ત્યાં ઘણાં ગરીબો છે, બાગબંગલા વિનાના તો શું પણ એક ટંક પૂરું ખાવાનું પણ ન મળે તેવાઓ પણ ત્યાં છે, બાળબચ્ચાંના ભયંકર કલેશથી પીડાતાઓ પણ છે અને રોગિષ્ઠો પણ છે. જરાક ત્યાં નજર નાંખ, તારાં દુઃખ કાંઈ જ વિસાતમાં નથી એમ તને લાગશે. ચિત્તને અપૂર્વ શાંતિ મળશે. તું તારી જાતને ઘણી દુઃખિયારી માનવાને બદલે મહાસુખી માનીશ.’ લઘુતાગ્રંથિની કારમી પીડાવાળા માણસોને સ્યાદ્વાદ નીચું જોતાં શિખવાડીને શાન્તિ બક્ષે છે.
જયારે અહંતાગ્રન્થિથી પીડાતા લોકોને સ્યાદ્વાદ કહે છે. “શાને નીચે જોઈને ફુલાય છે? ગર્વ કરે છે? જરા ઉપર જો ...તારાથી પણ વધુ શ્રીમંતાઈમાં મહાલતા લોકો આ દુનિયામાં વસે છે. એમની સમૃદ્ધિ પાસે તો તું ચપટી ધૂળ છે ધૂળ. તારા આરોગ્ય કરતાં ઘણું સુંદર આરોગ્ય ધરાવનારા અખાડાબાજો ને જો, તારો ગર્વ ગળી જશે . આમ અહંતાગ્રન્થિવાળાને સ્યાદ્વાદ એક તમાચો મારીને ઠેકાણે લાવે છે.
ઉપર-નીચેની દુનિયાની જુદી જુદી અપેક્ષાના વિચાર કરવાથી દુ:ખની દીનતા અને સુખની લીનતા બેય દૂર થાય છે.
માથું તૂટી પડે છે? તો સ્યાદ્વાદ કહે છે કે ટ્યુમરના દર્દીના માથાની ભયંકર પીડા યાદ કરો ! એની પાસે તમારું દુ:ખ કશી વિસાતમાં નથી.
સખત બફારો થાય છે ? પોલાદની આગ ઝરતી ભટ્ટી પાસે કામ કરતા એક ગરીબ મજદૂર સામે જુઓ.
કોઈએ અપમાન કર્યું છે? સંતોને નજર સામે લાવો. એમને થયેલા અપમાનો પાસે તમારું અપમાન બિચારું છે !
સ્યાદ્વાદ એટલે જુદી જુદી અપેક્ષાનો વિચાર કરતો ચિત્તશાન્તિપ્રદ વાદ, એકની એક સ્થિતિમાં માણસ સુખી પણ હોઈ શકે અને દુઃખી પણ હોઈ શકે છે. સુખ-દુ:ખ છે. મનની કલ્પનાઓ જેવી અપેક્ષાનો વિચાર
file fill ગાઈ શાહi સ્યાદ્વાદ : સાપેક્ષવાદ
Diઈ સી ટી પી
શી રાઈ
છati ગાઈiઈ ગઈiઈ શngaઈ શ થi gai ઈ છે
૨૪૭
૨૪૮
વિજ્ઞાન અને ધર્મ