________________
છેલ્લે સ્યાદ્વાદની અમસમજથી થતા અન્યાયનું સ્પષ્ટીકરણ કરી લેવાનું જરૂરી લાગે છે. ‘સ્યાદ્વાદથી એકજ વ્યક્તિ કાકો, મામો, પતિ, પિતા, વગેરે બની શકે છે.’ એ વાત જાણીને અલ્પજ્ઞ માણસો આક્ષેપ કરે છે કે, ‘સ્યાદ્વાદ તો ખીચડાવાદ છે કોઈપણ વસ્તું કાંઈપણ બનાવી દે તેનું નામ સ્યાદ્વાદ.'
સ્યાદ્વાદની અધૂરી સમજણનું કેવું દુઃખદ વિધાન ! સહુએ એ વાત સારી રીતે સમજી લેવી કે સ્યાદ્વાદના બે સ્વરૂપ છે : અનેકાન્ત અને એકાન્ત. ભત્રીજાની અપેક્ષાએ જે કાકો છે તે ભાણાની અપેક્ષાએ મામો પણ છે. આ થયો સ્યાદ્વાદનો અનેકાન્ત. પરંતુ ભત્રીજાની અપેક્ષાએ જે કાકો છે તે ભત્રીજાની અપેક્ષાએ એકાન્તે કાકો છે એને ભત્રીજાની અપેક્ષાએ તમે કદી મામો બનાવી શકો તેમ નથી. આ થયો સ્યાદ્વાદનો એકાન્ત. વજ્રસ્વામીજીની અપેક્ષાનું વિમાનગમન જ શાસ્ત્રીય છે. બીજા કોઈની અપેક્ષાએ તે વિમાનગમનને શાસ્ત્રીય ઠરાવવું એટલે પત્નીના પતિને, બહેનનો પતિ બનાવવા જેવું બેવકૂફીભર્યું કાર્ય છે.
triangne innocentian) સ્યાદ્વાદ : સાપેક્ષવાદ
**********
૨૫૩
૨૭. પૃથ્વી અને તેનું પરિભ્રમણ
પૃથ્વી ચર કે સ્થિર છે ? થાળી જેવી ગોળ છે કે દડા જેવી ગોળ છે? એ વિચાર આજે ખૂબ વ્યાપક રૂપમાં ચર્ચાનો વિષય બનેલ છે, લગભગ તમામ ધર્મો-પૂર્વના કે પશ્ચિમના-પૃથ્વીને સ્થિર માને છે. જ્યારે તમામ વૈજ્ઞાનિકો ધૃત્વીને ચ૨ માનતા નથી. એમનામાં બે મત પ્રવર્તે છે. કેટલાંક પૃથ્વીને સ્થિર માને છે, તો કેટલાંક ચર માને છે.
પ્રથમ તો આપણે ધર્મોના મન્તવ્યો જોઈએ. સૂર્યપ્રજ્ઞપ્તિમાં ભગવાન મહાવીરસ્વામીજીએ ગૌતમગણધરના પ્રશ્નોના ઉત્તરમાં સૂર્યને જ ચર બતાવ્યો છે. સૌથી બહારના મંડલમાંથી અંદરના મંડલમાં આવતાં અને અંદરમાંથી બહાર મંડલમાં જતાં વધુ મળીને સૂર્ય કેટલો સમય લે ? એના પ્રશ્નના ઉત્તરમાં ૩૬૬ રાત્રિ-દિવસ જણાવવામાં આવ્યા છે. તેમાં
સામાન્ય રીતે ‘૮૪ મંડલમાં સૂર્યની ગતિનું અને તેમાંય ૧૮૨ મંડલમાં તેની બે વારની ગતિનું અને પ્રથમના તથા છેલ્લા મંડલમાં એકવારની ગતિનું વિધાન કર્યું છે.*
ભગવતી સૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે જેમ જેમ સૂર્ય આગળ વધે છે તેમ પાછળના દેશોમાં રાત્રિ થતી જાય છે અને આગળના દેશોમાં દિવસ થતો જાય છે. આમ દેશભેદના કારણે ઉદયાસ્તનો કાળભેદ થાય છે. ★ ता जया णं ते सूरिए सव्वब्धंतरातो मंडलातो सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरति, सव्वब्बाहिरातो मंडलातो सव्वब्धंतर मंडलं उपसंकमित्ता चारं चरति, एस णं अद्ध केवतियं रातिदियग्गेणं आहित्तेत्ति वदेज्जा ? ता तिणि छायट्टे रात्तिदियसए रातिं दियग्गेणं आहितेति वदेज्जा । · સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ્રથમ પ્રાધૃત સૂ. ૯ • ता एताए अद्धाए सूरिए कति मंडलाई चरंति ? कति मंडलाई दुक्खुत्तो चरति ? कति मंडलाई एगक्खुत्तो चरति ? ता चुलसीयं मंडलसतं चरति, बासीति तं मंडलसतं दुक्खुत्तो चरति त जहाणिवखामाणे चेव पवेसमाणे चेव, दुवे य खलु मंडलाई सड़ चरति । तं जहा - सव्वब्धंतरं चेव मंडलं સહકા વિજ્ઞાન અને ધર્મ
૨૫૪