________________
માનસ-ચિકિત્સકો કહે છે કે હિરોશિમાની દુર્ઘટના માટે ‘હું જ ગુનેગાર છું' એવો અનુભવ થતાં કલોડ એથર્લીને જબરદસ્ત આંચકો લાગ્યો અને તેમાંથી તે કદી સ્વસ્થ થઈ શક્યો નહિ.
અણુપરમાણુની શોધોએ જગત ઉપર સુખશાન્તિના સર્જન કર્યાં કે વિસર્જન ! હજી પણ એ મહાસત્તાઓ પોતાના બુદ્ધિબળનો કેટલો ભયંકર દુરુપયોગ કરે છે ? કેવાં નિત્ય નવાં સંહારક શસ્ત્રો શોધે છે. તે જોઈએ. બદલાતી યુદ્ધીતિઓ :
સમયાનુસાર દરેક વસ્તુ બદલાતી રહે છે. જૂની પરંપરાઓ તૂટે છે અને નવી પરંપરાઓ સ્થપાય છે. યુદ્ધ પણ કાળના પ્રભાવથી મુક્ત રહ્યું નથી. એની નીતિ-રીતિઓમાં પણ સદા પરિવર્તન થતું જ રહ્યું છે. મલ્લયુદ્ધથી આરંભાયેલી યુદ્ધ-પરંપરા મિસાઈલ્સ અને હાઈડ્રોજન બોમ્બ સુધી પહોંચી છે. માનવનું યુદ્ધવિજ્ઞાન ઉત્તરોત્તર વધુને વધુ સંહારક બનતું આવ્યું છે.
મલ્લયુદ્ધમાં સંપૂર્ણ રીતે શારીરિક બળ અજમાવવામાં આવતું હતું. ત્યારબાદ લાઠી, તરવાર વગેરેનો ઉપયોગ થવા લાગ્યો. પછી બુદ્ધિ વધી અને ઢાલ, ભાલા વગેરે આવ્યાં. પછી આવ્યાં ઈન્દ્રાસ, બ્રહ્માસ્ત્ર વગેરે. ગજદળ, અશ્વદળ વગેરે પણ આવ્યાં. સેના ચતુરંગિણી કહેવાઈ. પછી ઊંટો પણ આવ્યાં.
અને હવે હાથીના સ્થાને પેટર્ન-શર્મન વગેરે ટેન્કો આવી હેલિકોપ્ટરો અને જેટ, સુપર-સોનિક વિમાનો આવ્યાં. ભાલા, તીર, તલવાર વગેરેને સ્થાને બંદૂક, રોકેટ, મિસાઈલ્સ અને ન્યુક્લિઅર શસ્ત્રો આવ્યાં.
પ્રાચીન કાળમાં બે પક્ષો સામસામા આવીને લડતા, પછી દગાફટકા અને છળકપટનો આશ્રય લેવાવા લાગ્યો, જેમાં આજે ગેરિલાયુદ્ધ મોખરે ગણાય છે.
વિજ્ઞાનના વિકાસ સાથે યુદ્ધની નીતિ-રીતિઓમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે લશ્કરનું સંખ્યાબળ એક ગૌણ વસ્તુ બની ગઈ છે. સામા પક્ષનાં વૈજ્ઞાનિકો રણભૂમિથી સેંકડો માઈલ દૂરથી જ ગણિત કરીને સર્વજ્ઞોએ અણુ આદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા ?
****** ૨૨૭
આંતરખંડીય મિસાઈલ્સો છોડીને નિર્ધારિત સ્થળને વિધ્વંસ કરી નાંખવા સમર્થ છે. બધું જ જ્યાં સ્વયંસંચાલિત હોય ત્યાં પેલો જૂના જમાનાનો સિપાઈ અને એની બંદૂકડી બિચારી શું કરી શકે ? ટૂંકમાં, પૂર્વે શારીરિક શક્તિ અજમાવવામાં આવતી, જ્યારે હવે વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિશક્તિ અજમાવાય છે. માનવકેન્દ્રિત યુદ્ધો હવે શસ્રકેન્દ્રિત કે ન્યુક્લિઅર-કેન્દ્રિત બન્યાં છે.
અણુબોમ્બ, હાઈડ્રોજનબોમ્બ, પક્ષેપાસ્ત્ર વગેરે ન્યુક્લિઅર શસ્ત્રોને કારણે સૈનિકો તથા યુદ્ધસામગ્રી ઉપરાન્ત નાગરિક વસતિનો પણ વિનાશ થાય છે, પણ હવે એક નવા જ પ્રકારના યુદ્ધની સંભાવના ઊભી થઈ છે જે કેવળ લશ્કર અને રણક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે. શહેરો અને ગ્રામવિસ્તારોને કશું નુકશાન નહિ થાય. હવે મકાનો નહિ તૂટી પડે, બંધો કે મોટાં મોટાં કારખાનાંઓ નહિ ભાંગી જાય. એ બધું તો અકબંધ રહીને શત્રુનાં હાથમાં જશે. મરી જશે માત્ર માનવો, રિબાઈ રિબાઈને, કદાચ એ ય જીવતા રહેશે બુદ્ધિભ્રમિત થઈને.
કેટલાંક પદાર્થો એવા છે, જેમને મનોરસાયણ કહેવામાં આવે છે, એ લેતાં જ મનુષ્યની માનસી-સ્થિતિ બદલાઈ જાય છે. એવા એક પદાર્થનું નામ છે એલ.એસ.ડી. (લાઈસજક એસિડ). આની અસરથી માણસ અત્યન્ત ભયની સ્થિતિથી માંડીને જાતજાતની વિલક્ષણ સ્થિતિઓમાં ફસડાઈ પડે છે. બિલાડી ઉપર તેનો પ્રયોગ કરતાં જ તે ઉંદરને જોઈને નાસવા લાગી હતી.
નાગફણીમાંથી કાઢવામાં આવેલું ‘મેસ્કેલીન' અને બિલાડીના ટોપમાંથી તૈયાર કરવામાં આવેલું ‘સિલોસિન' નામનું રસાયણ પણ માણસના મન ઉપર ઊંડી અસરો પાથરી જાય છે. કેટલાંક રસાયણો શત્રુસૈન્યને બેહોશી, ઊંઘ, લકવો, કામચલાઉ અંધતાં, માનસિક અસમતુલા, પેટની બીમારી વગેરે રોગોમાં પટકે છે.
આવા રાસાયણિક યુદ્ધનો મુખ્ય આધાર જ્ઞાનતંતુ ગેસ (નર્વગેસ) છે. જર્મનીની રાસાયણિક કંપનીના રાસાયણશાસ્ત્રી ડો. જેમ્હાર્ડ થ્રેડરે આ ગેસ શોધી કાઢ્યો હતો. એના પ્રભાવથી માણસ મૃત્યુ પામે છે.
intenti ૨૨૮
intentions વિજ્ઞાન અને ધર્મ