________________
રશિયા અને અમેરિકા-બંને ય રાસાયણિક ગેસોના વિકાસમાં પોતપોતાની રીતે સતત પ્રયત્ન કરે છે. રશિયાને ‘ટેબૂન” ઉપર અને અમેરિકાને ‘સેબીન’ રસાયણ ઉપર વધુ વિશ્વાસ છે. જેનું સાંકેતિક નામ જી.બી. છે. આના સુંઘવાથી માસ્ટર્ડગેસ કરતાં પણ વધું ઝેરી અસરો થાય છે. જી.બી. કરતાં ય એરાઈલ કાર્બનેટ દસગણું ઘાતક હોય છે.
જ્ઞાનતંતુ ગેસના ઘણાં નવા પ્રવાહીરૂપના સંસ્કરણો નીકળ્યાં છે, જેમને વી. એજન્ટ કહેવામાં આવે છે. તેમની ધીમે ધીમે વરાળ થાય છે. આથી તે લાંબા સમય સુધી ઘાતક અસર ઉપજાવી શકે છે વી. એજન્ટ અને જી.બી. બંને રંગહીન છે. ચામડી દ્વારા તે શરીરમાં પ્રવેશીને ફક્ત ત્રીસ મિનિટમાં જ માણસનો પ્રાણ હરે છે, જી.બી.ને સૂંઘવામાં આવે તો તે સૂંઘનાર વ્યક્તિ થોડી જ મિનિટમાં મરી જાય છે.
જ્યારે માસ્ટર્ડગેસનો પ્રભાવ જુદો જ હોય છે. એનાથી લોકો ઓછા મરે છે, પણ અપંગ ઘણાં થઈ જાય છે, શરીર ઉપર લાંબા કાળે રુઝાય તેવાં છાલાં પડે છે. માણસને અધમૂઓ કરવા માટે સાધારણ રીતે એક ગ્રામના હજારમાં ભાગ જેટલો જ્ઞાનતંતુ-ગેસ પુરતો થઈ પડે. આમ થોડા જ રસાયણથી મોટા વિસ્તારોને સાફ કરી નાંખી શકાય છે.
જીવ વૈજ્ઞાનિક (બાયોલોજિકલ) શસ્ત્રોનો પ્રભાવ પડતાં ઘણીવાર દિવસો કે અઠવાડિયા નીકળી જાય છે, કેમકે પરજીવી જંતુઓ શરીરમાં પ્રવેશ કરે પછી શરીરમાં નવાં પરજીવીઓની ઉત્પત્તિ શરૂ થવામાં અલગ અલગ રોગોમાં અલગ સમય લાગે છે. રાસાયણિક શસ્ત્રો વધુમાં વધુ દસ ચો.માઈલમાં અસર કરે છે, પણ જીવવૈજ્ઞાનિકો-શસ્ત્રો હજારો ચો. માઈલમાં અસર નિપજાવે છે, અમુક થોડા જ બેક્ટરીઆ, વિષાણુ વગેરે જીવવૈજ્ઞાનિક-યુદ્ધ માટે ઉપયોગી મનાય છે. નિશ્ચિત વસતિ કે જગા ઉપર તે ખૂબ અસર કરી શકે છે. તે માટેની પહેલી શરત એ છે કે ઘણાં વધારે, ચેપી, દીર્ધજીવી, મોટી સંખ્યામાં તેમજ અલગ અલગ રહેવાને શક્તિમાન તથા કેટલેક અંશે રસાયણો વગેરે તરફ સહિષ્ણુ તે હોવાં જોઈએ. એટલે કે તેઓ રસાયણ, વાતાવરણ, ઋતુ આદિ તત્ત્વોને કારણે જલદી નાશ ન પામતાં શક્તિશાળી રહેવા જોઈએ, જેથી તેઓ નિર્ધારિત સ્થળે રોગો
ફેલાવી શકે.
ન્યૂક્લિઅર બોમ્બના આક્રમણની સાથે જીવ-વૈજ્ઞાનિક આક્રમણ વધારે મોટા પાયા ઉપર ખાનાખરાબી સર્જે છે. ન્યૂક્લિઅર બોમ્બ નાંખ્યા પછી સફાઈ અને આરોગ્યવિષયક પરિસ્થિતિઓમાં ઘણી ગરબડ પેદા થાય છે. વિકિરણને કારણે ચેપ ફેલાવાની શક્યતા વધતાં રોગ વધુ વણસે છે. કેટલાંક એવા પ્રાણીરોગો છે જે વિષાણુઓ (વાઈરસ)-માંથી ઉત્પન્ન થાય છે. જેવા કે રિંડરપેસ્ટ, પગ અને મોંની બીમારી, કોલેરા ઈત્યાદિ.
યંત્રો, ઓજારો તથા અન્ય વિધિઓથી આ રોગચારાનો કોઈ પણ સ્થાન ઉપર છંટકાવ કરીને ત્યાંના નિવાસીઓને રોગગ્રસ્ત કરી શકાય છે.
શસ્ત્રયુદ્ધ અને રસાયણયુદ્ધની આ કેટલી ક્રૂર રીતો છે ? માનવને બુદ્ધિ મળી એટલે તે પોતાનો સ્વાર્થ જોવાનો એવો સામાન્ય નિયમ છે. પોતાના વર્તુળની બહાર જે કોઈ આવે તે કીટથી માંડીને માનવમાત્રનો વિનાશ કરી દેવામાં પણ તે પોતાનો અને પોતાના માનેલા રાષ્ટ્ર વગેરેનો વિકાસ સમજવાનો. ગોરી પ્રજાની આ ઘાતકી રીતરસમો સામે શું કહેવું ?
ભગવાનું જિનને તો સર્વ પોતાના હતા. સર્વના એ સરખા અધિકારો માનતા. સર્વને જિવાડવાનો એમનો સંદેશ છે. એટલે જ અનેકોનો ઘાત કરી નાંખનારા વિજ્ઞાનને જાણવા છતાં એમણે કદી કહ્યું નહિ એ જ તો એમની સર્વજ્ઞતા હતી ને કે જેથી વિજ્ઞાનની પાછળ સર્જનારી વિઘાતકતાને પણ તેઓએ જોઈ લીધી હતી અને તેથી જ તેવાં તત્ત્વોનું પ્રતિપદન ન કર્યું.
સર્વજ્ઞોએ અણુ આદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા ?
૨૨૯
૨૩૦
વિજ્ઞાન અને ધર્મ