________________
અણુવિજ્ઞાનના પિતા કહેવાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ હવે દુ:ખી થયા છે. હિરોશિમાં, નાગાસાકી ઉપર અણુબોમ્બ પડ્યા અને એમને જે સંહારલીલા સાંભળવા મળી એથી એમનું અંતર રડી ઉછ્યું હતું ! જગતના વિકાસમાં મદદગાર બનવાની શક્યતાવાળી અણુશક્તિ જગતનો વિનાશ કરવા લાગી ! આ વિચારે એમને જીવનભર ખૂબ બેચેન બનાવી દીધા હતા ! પોતે જે કર્યું તે ખૂબ જ ખોટું કર્યું એમ તેમને લાગ્યું હતું.
ભગવાન જિન તો સર્વજ્ઞ હતા. અણુવિજ્ઞાનના રહસ્યનાં આવિષ્કરણનો નતીજો જીવોના વિકાસમાં નહિ પરિણમતા વિનાશમાં જ પરિણમશે એ વાત એમના જ્ઞાન બહાર હતી જ નહિ. એથી જ એમણે વસ્તુમાત્રનું વિજ્ઞાન બતાવ્યું પણ એનું વ્યાવહારિક સ્વરૂપ ન જણાવ્યું.
બેશક, વસ્તુમાત્રના બેય પ્રકારના ઉપયોગ હોય છે : સારો અને માઠો, એ બધુંય ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર અવલંબે છે. પરંતુ જ્યારે સામાન્ય રીતે પ્રાણીમાત્રની સ્વાર્થ-વૃત્તિ જ ખૂબ જોર કરતી જોવા મળે છે ત્યારે તે જીવોના હાથમાં આવતી વસ્તુનો સહુના હિતમાં સુંદર ઉપયોગ થાય એ આશા નહિવતું જ રહે છે. એટલે જ માઠા ઉપયોગની પણ વધુ શક્યતાવાળી વસ્તુનો ત્યાગ જ વધુ શ્રેયસ્કર માર્ગ છે એમ માનવું જ રહ્યું. હિરોશિમાનો ગુનેગારઃ
| હિરોશિમાં ઉપર અણુબોમ્બ ફેંકનાર વ્યક્તિ તરીકે જે માણસ જાહેર થયો અને ખબર પડી કે એ ભયંકર સંહારક બોમ્બ તો માત્ર અમેરિકન સામ્રાજયની સમગ્ર જગત ઉપર ધાક બેસાડવા માટે જ નાંખવામાં આવ્યો હતો. પછી તો એ માણસને જેલના લોખંડી દરવાજાઓને પેલે પાર ધકેલી મૂકવામાં આવ્યો હતો. આ રહી એ અભાગી માનવની વીતક કથા.
અમેરિકન હવાઈદળના એક ભૂતપૂર્વ વિમાનચાલક કલોડ એથર્લીએ ૧૯૪૫ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે હિરોશિમા ઉપર બોમ્બ ફેંક્યાની પ્રસિદ્ધિ મેળવી. અણુબોમ્બના એ વિસ્ફોટથી હજારો માનવો મૃત્યુ પામ્યા, જે જીવ્યા તેમનાં અંગો વિકૃત થઈ ગયાં. આજે પણ જાપાનીઝ લોકોના વંશની ત્રીજી-ચોથી પેઢીમાં પણ એ વિકૃતિ ઉતરી
આવેલી જોવા મળે છે. એ અણુ-વિસ્ફોટમાંથી ઉદ્ભવેલા કિરણોત્સર્ગી રજના ફેલાવાનાં દુષ્પરિણામ આજે પણ જાપાન ભોગવી રહ્યું છે.
જ્યારે કલોડ એથર્લીને એ વાતની ખબર પડી કે અમેરિકન સરકારે એ અણુ-વિસ્ફોટ દુનિયા ઉપર પોતાની ધાક બેસાડવાના બદઈરાદાથી જ કર્યો હતો ત્યારે એનો અંતરાત્મા અતિશય દ્રવી ઊઠ્યો. ‘આ ભયાનક વિનાશ માટે હું જ જવાબદાર છું.’ એવી ભાવના એના મનમાં દિવસે દિવસે દેઢ થતી ગઈ.
૧૮૪૭માં કલોડ એથર્લીને લશ્કરમાંથી બરતરફ કરવામાં આવ્યો, પણ હિરોશિમા ઉપર બોમ્બ નાંખવામાં સફળ (!) સાહસ બદલ એને જે ચન્દ્રક મળ્યો હતો તે એના હૃદયમાં કારી ઘા કરી ગયો હતો, જે દૂઝતો જ રહ્યો, પ્રતિપળ એને પેલા નિરપરાધી હજારો લોકોની યાદ આવતી. જેમને એણે ખતમ કરી નાંખ્યા હતાં, અનાથોની હૃદયવિદારક ચીસો અને જીવતાં રહેલાં માબાપોના નિસાસાના હાયભર્યા અભિશાપો હરપળ તેના કાનમાં ગુંજતાં અને ભયંકર ચીસો પાડતો.
એક સવારે એથર્લીની પત્નીએ જોયું કે તેનો પતિ લોહીથી ખરડાઈને પથારીમાં પડ્યો હતો. એણે પોતાની રક્તવાહિની કાપી નાંખી હતી. ડોક્ટરોએ એનો જીવ બચાવી લીધો, પણ પોતાના હીન પાપોના ડંખથી તો તે છૂટકારો ન જ મેળવી શક્યો. એથર્લી પાગલ થઈ ગયો. પછીનાં વર્ષોમાં એણે કોઈનું ઘર ફાડીને ચોરી કરી. એ ઈચ્છતો હતો કે એ રીતે તેને ભયંકર સજા થાય અને તેના દ્વારા તે પોતાના ક્રૂર પાપોનું પ્રાયશ્ચિત કરે.
ત્યાર પછી છ વર્ષ સુધી તે લગાતાર માગણી કરતો રહ્યો કે તેને ટેકસાસના પાગલખાનામાં પૂરી દેવામાં આવે. સરકારે તેને પાગલ માનીને તેમ કર્યું પણ ખરું. પરંતુ બે વર્ષ ત્યાં રહ્યા બાદ તે ભાગી છૂટ્યો, અને નાની-મોટી ચોરીઓ કરવા લાગ્યો. ન્યાયાધીશોએ ફરી એને પાગલખાનામાં ધકેલી દીધો. લાંબા સમયનાં ઈલાજો કર્યા પછી તેને ઘેર મોકલવામાં આવ્યો. ફરી તેણે પાપોનાં પ્રાયશ્ચિત કરવા ખાતર મોટી ચોરી કરી. ફરી તે પાગલખાનામાં પુરાયો.
સર્વજ્ઞોએ અણુ આદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા ?
હideo and visitiatiાઈiા ગાણા ગાઈie a fittiદા શatest againfie at @int માણartine instapi@ચી ૨૨૬
વિજ્ઞાન અને ધર્મ
૨૨૫