________________
શત્રુક્ષેત્રમાં હોય તો પણ બોમ્બ ફેંકતાં પહેલાં પણ વિમાનીઓની સંમતિ તો લેવી જ જોઈએ. એક સાથે ત્રણેય વિમાનીઓ નક્કી કરે પછી જ પ્રલયકારી બોમ્બ ફેંકી શકાય.
અન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે શસ્ત્રોની વાતો રામાયણ, મહાભારતની કલ્પનાઓ હતી જે આજે વૈજ્ઞાનિકોની ધીકતી ધારા ઉપર ચોમેર દેખા દઈ રહી છે. હાલમાં જ અમેરિકાએ એક અવકાશયાન મારફત એક કરોડ સોયો પૃથ્વીની આસપાસ ફરતી મૂક્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. આમ કરવાથી રશિયન પ્રતિબળો તૂટશે તેમ તેઓ માને છે. પરંતુ રશિયનો ક્યાં કમ છે ? તેઓ એવાં લોહચુંબકો નહિ છોડે કે જે પેલી સોયોને જ ખેંચી લે ? અને એ સોયોજડિત લોહચુંબક બોમ્બ સીધો શત્રુ પ્રદેશો ઉપર જ ત્રાટકે? (વસ્તુતઃ આ બેય પાકા મિત્રો છે.)
અણુબોમ્બનો ઉપયોગ કરનાર ત્રણેય વિમાનીઓ કદાચ ગાંડા બની જાય અને એકાદ બોમ્બ ફેંકી દે તો અમેરિકા માફી માગવા પણ તૈયાર છે. કેમકે આ રીતે ‘દિલગીરી વ્યક્ત કરવી એ સભ્યતાની નિશાની ગણાય
પ્રમુખ આવો હુકમ કરી બેસે તો શું થાય ?
આ ભય નિવારવા માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ખરેખર તો અમેરિકન-પ્રમુખ પણ અણુશસ્ત્ર વાપરવાના હુકમમાં સમાયેલો સંકેત જાણતા નથી. એટલે જ તે પણ સીધેસીધો હુકમ છોડી શકે તેમ નથી.
જ્યારે તેમને અણુબોમ્બ ફોડવાનો હુકમ કરવાનો હોય છે ત્યારે તેમણે સોનાના ટેલિફોનનો ઉપયોગ કરવાનો હોય છે. જેવું ‘રિસીવર ઉપાડે કે તરત જ સંરક્ષણસચિવ અને બીજા નિર્ધારિત ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓને ત્યાં ઘંટડીઓ વાગી જાય, પછી એ બધાની સલાહ મળે તો જ પ્રમુખ અણુબોમ્બ ફોડવાનો આખરી નિર્ણય લઈ શકે.
નિર્ણય લીધા પછી તરત જ નોરફોકમાં આવેલા અમેરિકન અણુયુદ્ધમથક મારફત સોવિયેત રશિયાની નજદીકમાં સતત ભમતી રહેતી પોલારિશ સબમરીનને એ સંદેશો પહોંચાડી દેવામાં આવે છે.
ત્યાં ભગવાન શંકરના ત્રીજા નેત્ર જેવો, ભૂખરી આંખવાળો, પ્રૌઢ ઉંમરનો, ‘કર્નલ વીઝમાન' નામનો એક માણસ છે. આ યમદૂત ઓમાહાના ૧૪૦ ફૂટ લાંબા ઓરડામાં નિરંતર રહે છે. તેના બંનેય પડખામાં ઝગમગાટ કરતી બત્તીઓ અને અનેક બટનો હોય છે.
કર્નલ વીઝમાન કદી એકલો હોતો નથી. એક ડઝન સશસ્ત્ર સૈનિકો સદા એને ઘેરી વળેલા હોય છે. યમસ્તસમો વીઝમાન ગાંડો થાય તો તેને ગોળીઓથી વીંધી નાંખવાનો તેમને હુકમ મળેલો હોય છે.
પરંતુ વીઝમાન પણ એકાએક ચાંપ દબાવી દઈને સર્વસંહાર કરવા સમર્થ નથી. સામેની દીવાલ તરફ આવેલા લાલ દરવાજાની કળ મેળવવાનો ગુપ્ત સંકેત તેને પણ મેળવવો પડે છે. આ બધું કેમ થઈ શકે એ એક અત્યન્ત ખાનગી બાબત હોય છે. આ બધું છતાં સંકેતસ્થાનમાંથી એની પૂરી વિગત તો મળી શકતી જ નથી. ત્યાંથી તો માત્ર આરંભસંકેત જ મેળવી શકાય છે. બાકીનો સંકેત શી રીતે મેલવવો એ અત્યન્ત ગુપ્ત બાબત છે.
આ ઉપરાંત B 52 સંહારક વિમાનોનું કામ પણ અણુબોમ્બ કે હાઈડ્રોજન ફેંકતા પહેલાં ઘણું જ ગૂંચવણભર્યું બનાવ્યું છે. ભલેને વિમાન હiા છાશ થાઇ શાહandir gઇ ગા ગા લાઈકથા રાજી થાઈsignification શાહit ishetitivities સર્વજ્ઞોએ અણુ આદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા ?
૨૨૩
રશિયાનું પણ આ વખતે એજ સૌજન્ય ગણાય કે આવી સ્થિતિમાં પડી ગયેલા અણુબોમ્બની તેણે માફી આપવી, ભલે પછી દસ વીસ લાખ રશિયનો મૃત્યુ પામ્યા હોય.
રશિયનો અને અમેરિકનોએ શસ્ત્રોની સ્પર્ધા માંડી છે. નિત્ય નવાં ભયાનક શસ્ત્રો શોધાતાં જ જાય છે. જેની બુદ્ધિમાં જે પ્રલયકારી વિસ્ફોટ થયો તેણે તે શસ્ત્ર બનાવ્યું જ સમજો .
પ્રલયકારી શસ્ત્રોની સ્પર્ધાના અને શસ્ત્રોના થઈ રહેલા ગંજાવર ઉત્પાદનના કારણે લશ્કરી માનસશાસ્ત્રીઓ હવે વિચારમાં પડ્યા છે. મૂઠીભર માનવોના હાથમાં રહેલાં આ શસ્ત્રો જગતની સલામતીને જોખમી તો નહિ બનાવે ને એ વિચાર તેમને ભય પમાડી રહ્યો છે.
મહિનાઓ સુધી એ અણુશસ્ત્રોની સારસંભાળ અને મરામત કરતો માણસ કોઈ દી કંટાળો ન અનુભવે ? અને જો મગજની સમતુલા ગુમાવી દે તો તે વખતે શું થાય ?
૨૨૪.
વિજ્ઞાન અને ધર્મ