________________
૨૩. સર્વજ્ઞોએ અણુ આદિના સિદ્ધાંતો જ
કેમ બતાવ્યા ?
કદાચ કોઈને પ્રશ્ન થાય કે જો ભગવાન્ જિન પુગલપરમાણુની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતોને પણ કહી ગયા છે તો તેમણે આજના વૈજ્ઞાનિકોએ એ પરમાણુ વગેરેમાંથી જે શોધો કરી તે વાતો પણ કેમ ન કરી ? શા માટે રેડિયો, વિમાન, ઈલેક્ટ્રિસિટી, કોયૂટર વગેરેની શોધો પણ ન જણાવી ? શું આ વિષયમાં ભગવાનું જિન અસર્વજ્ઞ હતા ? આ પ્રશ્ન બહુ સુંદર છે.
એનું સમાધાન એ છે કે ભગવાન્ જિન સર્વજ્ઞ હતા માટે જ તેમણે અણુપરમાણુની શક્તિના રહસ્યોને પ્રગટ કર્યા ન હતાં. તેઓ પોતાના સર્વજ્ઞત્વના પ્રકાશમાં એ રહસ્યોના પ્રગટીકરણમાં અધોર સંહાર, કારમી સ્વાર્થાન્યતાથી નિષ્પન્ન થનારો આત્માનો અનંત દુ:ખમય સંસાર, પાંચ ઈન્દ્રિયોના વૈષયિક આનંદમાં ચૂર બનતા જીવોની સત્વહીનતાનું સર્જન વગેરે ઘણી બાબતો જોતા-જાણતા હતા. એથી જ એમણે એ વિષયની વિશિષ્ટ વાતો કરી ન હતી.
અહીં આપણે એકજ અણુનું દૃષ્ટાંત લઈશું. અણુની રાક્ષસી શક્તિઓને કાઢીને, વૈજ્ઞાનિકોએ એનો શો ઉપયોગ કર્યો ? અણુમાંથી બનેલો અણુબોમ્બ કેવી ભયાનક રીતે સંહારક બન્યો ? માનવજાત ઉપર પણ એણે કેવો અઘોર સિતમ ગુજાર્યો ? એ બધી વાત અહીં વિચારશું.
સહુ પ્રથમ તો અણુબોમ્બની સુરક્ષા ખાતર કેટકેટલી વ્યવસ્થા કરવામાં આવી છે તે જોઈએ. સોનાનો ટેલીફોન :
- હિરોશીમા ઉપર જયારે પહેલો જ અણુબોમ્બ અમેરિકનોએ ફેંક્યો ત્યારે તેના પહેલા જ ધડાકે બે લાખ અને ચાલીસ હજાર માનવોના દેહની રાખ થઈ ગઈ હતી. બીજો બોમ્બ નાગાસાકી ઉપર ફેંકવામાં આવ્યો સર્વજ્ઞોએ અણુ આદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા ?
૨૨૧
હતો. ધાર્યા કરતાં દૂરની જગાએ આ બોમ્બના પડવાથી ઈકોતેર હજાર માનવોની હત્યા થઈ ચૂકી હતી. વિશ્વ આજે કેવા ભારેલા અગ્નિ ઉપર જીવી રહ્યું છે તે વાત હવે આપણે જો ઇએ.
મોસ્કોમાં કોઈ રશિયનને પ્રશ્ન કરવામાં આવે કે, “આ યુદ્ધ થાય તો તમે શું કરો ?” રશિયનો તેનો જવાબ ખૂબ જ શાન્તિપૂર્વક આપતાં કહે છે કે “કોફીન પહેરીને હું ધીરે ધીરે ચિરશાંતિમાં પોઢી જવાની તૈયારી કરીને સ્મશાનભૂમિ તરફ ડગ માંડું.
રશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કુશ્કેવે એકવાર કહ્યું હતું કે, “જો અણુયુદ્ધ થાય તો તે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામી ગયેલા માનવો કરતાં જીવતાં રહી જનારા માનવો વધુ દુ:ખી હશે. મોતના વાંકે જ જીવતા હશે. એટલે જીવનાર કરતાં મરનાર જ વધુ ભાગ્યશાળી ગણાશે.”
કોઈને જાણે વિશ્વયુદ્ધ જોઈતું નથી, કોઈએ જાણે કે એવું યુદ્ધ કરવાની યોજના કરી નથી, છતાં વિશ્વસંહારની વ્યવસ્થિત યોજના તો બેય મહાસત્તાઓ પાસે તૈયાર થઈ જ ચૂકી છે. વિશ્વસંહારક શસ્ત્રોનો ઢગલો ખડકાઈ ઊભો થઈ ગયો છે. હવે તો બેય મહાસત્તાને એ ભય જાગ્યો છે (!) કે આ ખડકલામાંથી કોઈ, એકાદ અણુબોમ્બ કે હાઈડ્રોજન બોમ્બ અકસ્મા-કોઈના ગાંડપણથી ફાટી નીકળે તો શું થાય એની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
અમેરિકન સેનેટર હટ્ટીએ એકવાર કહ્યું છે કે તંગ બનેલા મામલામાં કોઈ કંટાળેલો રશિયન કે અમેરિકન જો બટન દબાવી દે તો પણ વિશ્વયુદ્ધ ફાટી નીકળે અને ક્ષણોમાં જ વિશ્વનો નાશ થઈ જાય.
આવી કોઈ ભૂલ થઈ ન જાય તે માટે અમેરિકનોએ ભારે તકેદારી રાખી છે.
વિશ્વના આ આખરી અસ્તિત્ત્વ જેવા જમાનામાં આખરી પ્રલયશસ્ત્રને આખરી પરિસ્થિતિમાં કાબૂમાં રાખવાની અમેરિકન વ્યવસ્થા ગૂંચવણ ભરેલી હોવા છતાં બુદ્ધિપૂર્વકની છે.
સૈદ્ધાત્તિક રીતે તો અમેરિકન અણુશસ્ત્રના પ્રમુખ જ ઉપયોગનો હુકમ કરી શકે છે, પણ કોઈ પ્રકારની એક તંગી માનસિક અવસ્થામાં
૨૨૨
વિજ્ઞાન અને ધર્મ