________________
પરમાણુના છૂટા પડવામાં એ જ માત્ર કારણ નથી, બીજાં પણ કેટલાંક કારણો છે. તેમાંનું જો કોઈ કારણ ઉપસ્થિત થાય તો પણ તે પરમાણુ તે સ્કંધમાંથી છૂટો પડી શકે છે. તે કારણો આ રહ્યાં :
(૧) કોઈપણ સ્કંધ વધુમાં વધુ અસંખ્યકાળ સુધી જ રહી શકે છે એટલે તેટલો કાળ પૂર્ણ થઈ જાય તો પરમાણુ છૂટા પડી શકે છે.
(૨) અન્ય દ્રવ્યનો ભેદ થવાથી પણ સ્કંધનું વિઘટન થાય. (૩) બંધ યોગ્ય સ્નિગ્ધતા-રુક્ષતાના ગુણોમાં ફેરફાર થઈ જવાથી પણ સ્કંધનું વિઘટન થાય.
(૪) સ્કંધોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ગતિથી પણ એ વિઘટન
થાય.
સર્વથી વિલક્ષણ-અચિત્ત્વ કહી શકાય તેવી પરમાણુની એક શક્તિ એ છે કે જે આકાશ-પ્રદેશમાં એક પરમાણુ રહી જાય છે એજ આકાશપ્રદેશમાં બીજા પરમાણુ રહી શકે છે અને એજ આકાશ-પ્રદેશમાં અનંતપ્રદેશવાળો એક સ્કંધ પણ રહી શકે છે.
પુદ્ગલના ભેદ પ્રભેદ : દરેક સ્કંધમાં પરમાણુ-સમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષ્મતાની દૃષ્ટિએ જૈન-દર્શનમાં પુદ્ગલસ્કંધના છ પ્રકાર જણાવવામા આવ્યા છે.
(૧) અતિસ્થૂલ, (૨) સ્થૂલ, (૩) સ્થૂલસૂક્ષ્મ, (૪) સૂક્ષ્મ સ્થૂલ, (૫) સૂક્ષ્મ, (૬) અતિસૂક્ષ્મ *
+ निद्धस्स निद्धेण दुआहियेण, लुक्खस्स दुआहियेण । निघस्स लुक्खेण उवेड़ बन्धो, जइन्नषज्जो विसमो समो बा ॥ – ગોમ્મટસાર, જીવકાણ્ડ, શ્લોક ૬૧૫.
* અતિસ્થૂલ : Soild
સ્થૂલ : Liquid
સ્થૂલસૂક્ષ્મ : Visible Energy
સૂક્ષ્મસ્થૂલ : Ultra visible but intra Sensual matter
સૂક્ષ્મ : Ultra Sensual matter
અતિસૂક્ષ્મ : Altimate atomlike
then interest
પરમાણુવાદ
મા
૧૯૫
૧. અતિસ્થૂલ : જેમનું છેદન-ભેદન થઈ શકે, જે ઉપાડી પણ શકાય તેવા પથ્થર વગેરે અતિસ્થૂલ સ્કંધ કહેવાય છે.
૨. સ્થૂલ ઃ જેમનું છેદન-ભેદન ન થઈ શકે પણ અન્યત્ર વહન થઈ શકે તેવાં ઘી, પાણી, તેલ વગેરે સ્થૂલ કહેવાય.
૩. સ્થૂલસૂક્ષ્મ : જેનું છેદન, બેદન કે વહન પણ ન થઈ શકે, જે ચક્ષુથી દશ્યમાન જ હોય તેવા છાયાન્તડકો વગેરે સ્વરૂપ પુદ્ગલસ્કંધ સ્થૂલસૂક્ષ્મ કહેવાય.
૪. સૂક્ષ્મસ્થૂલ : નેત્ર સિવાયની ચાર ઈંદ્રિયોથી જ જે ગ્રાહ્ય બને છે તેવા વાયુ વગેરે સૂક્ષ્મ-સ્થૂલ પુદ્ગલસ્કંધ કહેવાય.
૫. સૂક્ષ્મ : આગળ કહેવામાં આવનારી મનોવર્ગણા, બાષાવર્ગણા, કે કાર્યવર્ગણાના પુદ્ગલસ્કંધોને સૂક્ષ્મ કહેવાય છે.
૬. અતિસૂક્ષ્મ : બે પરમાણુ વગેરેના બનેલા પુદ્ગલસ્કંધને અતિસૂક્ષ્મ કહેવાય છે.
વૈજ્ઞાનિકોએ ઠોસ, તરલ અને બાષ્પ એમ ત્રણ પ્રકારના પુદ્ગલભેદ કર્યા છે. તેઓ ઉપરોક્ત પ્રકારમાંથી અનુક્રમે પહેલા, બીજા અને ચોથા પ્રકારમાં સમાવેશ પામી શકે. ત્રીજા, પાંચમાં અને છઠ્ઠા પ્રકારના પુદ્ગલસ્કંધનો તો હજી વિજ્ઞાનને ખ્યાલ જ નથી આવ્યો એમ કહી શકાય. આથી જ વૈજ્ઞાનિકો જેને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્કંધ કહે તે પણ જૈન દાર્શનિકોએ જણાવેલા સૂક્ષ્મ સ્કન્ધ કરતાં અનંતગુણ મોટો જ છે.
સ્થૂલ સ્કંધોની પણ સૂક્ષ્મતા કેટલી બધી હોય છે. તે દર્શાવવા પ્રો. અન્ડેડ એવું અનુમાન કરે છે કે એક ઔંસ પાણીમાં એટલા સ્કંધો (પરમાણુઓની વાત તો હજી ઘણી દૂર છે) છે કે સંસારના ત્રણેય અબજ માણસો ચોવીસે ય કલાક સુધી ગણતા જ રહે અને દર સેકંડે દરેક માણસ ૩૦૦-૩૦૦ સ્કંધ બહાર કાઢે (દર સેકંડે અબજ ૩૦૦ x ૩=૯૦૦ અબજ) તો ચાલીસ લાખ વર્ષે એ એક ઔંસ પાણીના બધા સ્કંધ બહાર
નીકળે !!! છે આ બુદ્ધિગમ્ય વાત ? ના. છતાં એક વૈજ્ઞાનિકે કહી છે માટે સહુ તેને તરત માની લેવાના ! સારું, જૈનદર્શનમાં તો વિજ્ઞાનના કલ્પેલા સૂક્ષ્મ સ્કંધો કરતાં ય અનંતગુણ વધુ સૂક્ષ્મ સ્કંધો છે. હવે જો એક ઔંસ tipeeteen
આશા વિજ્ઞાન અને ધર્મ
૧૯૬
executherherochure