________________
પાણીના સ્કંધની ઉપરોક્ત વિરાટ ગણતરી પણ મંજૂર હોય તો જૈનદાર્શનિકોની અસંખ્ય કે અનંતનું ગણિત હવે નામંજૂર થઈ શકશે
ખરું ?
સ્કંધ અને વૈજ્ઞાનિક મંતવ્ય :
સ્કંધના વિષયમાં વૈજ્ઞાનિકો પણ ઘણી ગંભીર ચર્ચા કરી ચૂક્યા છે. તેમના મંતવ્ય સાથે જિનાગમ કેટલા અંશમાં મળે છે, તેમ કેટલાંક અંશમાં નથી પણ મળતું.
વૈજ્ઞાનિકો કહે છે કે સ્કંધ તેને જ કહેવાય, જે કટકાના હવે જો બે કટકા કરવામાં આવે તો તે પોતાનું સ્વરૂપ ખોઈ નાખે અને બીજા કોઈ સ્વરૂપમાં પરિણત થઈ જાય. દા.ત., પથ્થરના એક મોટા કટકાના બે કટકા કર્યા, પછી તે બેના ચાર કર્યા, ચારના આઠ કટકા કર્યા. એમ કરતાં કરતાં કણ-કણમાં એ કટકા રૂપાંતર પામ્યા. હવે તે છેલ્લા કણના બે કટકા કરવા જતાં જો તે પોતાનું સ્વરૂપ જ ખોઈ બેસે તેવી પરિસ્થિતિ હોય તો તે છેલ્લા કણને સ્કંધ કહેવાય. આવા સ્કંધોમાંથી જ આપણા ઉપયોગમાં આવે તેવા પદાર્થો બની શકે.
આ વિષયમાં જિનાગમો એમ કહે છે કે અલબત્ત, તે છેલ્લા દરેક કણ અંધ છે જ એટલે એ અંશમાં તો તમે અમારી સાથે એકમત છો. પરંતુ પથ્થરનો મોટો કટકો એ પણ સ્કંધ છે, એના બે કટકા થયા તો તે બે કટકા પણ સ્કંધ છે. એમ એક હજાર કટકા થાય તો તે બધા પણ સ્કંધ જ છે.
જ્યાં સુધી એક બહુ નાના કટકામાં બે જ પરમાણુ રહે ત્યાં સુધીના તમામ કટકા સ્કંધ જ છે. એ બે પરમાણુનો કટકો પણ જો તૂટે અને એક એક પરમાણુમાં વેરાઈ જાય ત્યારે જ તે સ્કંધ મટી જાય છે.
વૈજ્ઞાનિકોએ રેતીનો જે નાનામાં નાનો કણ સ્કંધ કહ્યો તે પણ વસ્તુતઃ તો અનન્ત પરમાણુનો જ એક સ્કંધ જ છે. એવા સ્કંધના તો બીજા અગણિત ટકા થઈ શકે અને છતાં તે બધા સ્કંધ જે કહેવાય, ટૂંકમાં, સ્કંધ એટલે કે કોઈ પણ એક કટકો જે ઓછામાં ઓછા બે પરમાણુથી માંડીને વધુમાં વધુ અનંત પરમાણુનો બનેલો હોય. 年制中的应中中中中中中中中中中中中中中中中学中產的中华中学中的实体事业单中的中草 પરમાણુવાદ
૧૯૭
સ્નિગ્ધ-રુક્ષત્વ અંગે વૈજ્ઞાનિક મંતવ્ય :
કોઈપણ બે પરમાણુનો સંયોગ થવામાં તેમનામાં રહેલી પૂર્વોક્ત શરતોવાળી સ્નિગ્ધતા અને રુક્ષતા જ કારણ છે એ વાતને તો આજના વૈજ્ઞાનિકો સર્વથા સંમત થઈ ગયા છે એમ કહીશું તો જરાય ખોટું નહિ ગણાય. ભગવાન જિન જે વાત કહી ગયા એ જ વાતને આજના વૈજ્ઞાનિકો પેઢી-દર-પેઢી પ્રયોગ કરતાં કરતાં છેવટે કબૂલવા લાગ્યા. આ હકીકત જ શું ભગવાન જિનની સર્વશતાનો નક્કર પુરાવો નથી ?
પરમાણુમાં સ્નિગ્ધ અને રુક્ષ ગુણ કહ્યો તેમાં સજાતીય (સ્નિગ્ધસ્નિગ્ધ અથવા રુક્ષ-રુક્ષ) અને વિજાતીય સ્નિગ્ધ-રુક્ષ અથવા સક્ષસ્નિગ્ધ)નો બંધ થયો તેમ કહ્યું.
વૈજ્ઞાનિકો પણ આજ વાત બીજા શબ્દોમાં કહે છે. તેઓ પણ કહે છે વસ્તુ માત્રમાં આ ચીજ હોય છે. તેમણે બે વસ્તુના બંધનમાં ઘનવિદ્યુત (Positive Charge) અને ઋણવિદ્યુતું (Negative Charge)ને કારણ માન્યાં છે. આ વાતને જરા વિસ્તારથી જોઈએ.
વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે પરમાણુની અંદરનો ભાગ પોલો હોવાથી તે તોડી શકાય છે, પરમાણુ તોડવાથી તે બે ભાગમાં વહેંચાઈ જાય છે. (૧) નાભિ (૨) ઋણાણુ.
નાભિ એ અતિ ભારે પરમાણુવિભાગ છે. ઘનવિદ્યુત આમાં રહે છે. આ નાભિ એ પરમાણુનો એકજ કણ નથી પરંતુ તે ય ઘનાણું અને શૂન્યાણ (Proton of Nuteron)ના બનેલા છે. (હા, હાઈડ્રોજન પરમાણુની નાભિ છે તે માત્ર એકજ કણની બનેલી છે અને તે કણ ઘનાણુ માત્ર પ્રોટોન
આમ પરમાણુના કુલ ૩ વિભાગ થયા. નાભિના બે ઘનાણું અને શૂન્યાણું, તથા બીજો એક ઋણાણુ કરતાં ઘનાણું ૧૮ ૪૦ ગુણ ભારે હોય છે. આવો વજનદાર ઘનાણું એ કણાણુને પોતાના તરફ ખેંચી લે છે. એનું કારણ એ છે કે નાભિમાં જે ઘના છે. તેનામાં ઘનવિદ્યુત (Positive) હોય છે જયારે ઋણાણુમાં ઋણવિદ્યુતુ (Negative) હોય છે. આ વિદ્યુત આકર્ષણોને કારણે જ ઘનાણું અને ઋણાણું એક બીજાને સતત ખેંચતા રહે છે. ti Sangitastitigatistiage dangiospita beatifa fatigenda relation and agitation fointegrategories
વિજ્ઞાન અને ધર્મ
૧૯૮