________________
અનંત પરમાણુના સંમિલનથી બનેલું હોય છે. અહીં પ્રશ્ન થાય કે પછી એ મોટી કે માવાના પરમાણુઓનું સંયોજન કોણે કર્યું ? ભલે ઘટ કે કાગળ માનવે બનાવ્યો પરંતુ માટી કે માવો બનાવનાર કોણ ? આપણે એ વાત તો પૂર્વે જ જોઈ ગયા છીએ કે કોઈપણ કાર્યમાં ઈશ્વરનું કર્તુત્વ હોતું નથી, એટલે પરમાણુ ઓના સંયોજનમાં કે સ્કંધોના વિઘટનમાં પણ ઈશ્વરકતૃત્વને કોઈ સ્થાન નથી. તો પ્રશ્ન થાય કે કામ કરે છે એ સંયોજન અને વિઘટન ?
જૈનાગમોમાં આ પ્રશ્ન ઉપર સુંદર વિચાર કરવામાં આવ્યો છે. વિજ્ઞાન પણ જેને માન્ય કરે તેને જો વૈજ્ઞાનિક કહેવામાં આવે તો આ વિચારને આપણે વૈજ્ઞાનિક કહીશું.
આપણે હમણાં જ જોયું કે દરેક પરમાણુ એક વર્ણ, એક ગંધ, એક રસ, અને સ્નિગ્ધક્ષમાંથી એક તથા શીત-ઉષ્ણમાંથી એક, એમ કુલ બે સ્પર્શ હોય છે.
એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંયોગ કરે છે. તેમાં પરમાણુમાં રહેલા વર્ણ, ગંધ કે રસનો કોઈ ઉપયોગ નથી, તેમજ જ શીત કે ઉષ્ણ સ્પર્શનો પણ ઉપયોગ નથી, કિન્તુ તેમાં જે સ્નિગ્ધ-કે રુક્ષ સ્પર્શ છે તેનો જ ઉપયોગ છે.
તદન સ્વચ્છ આકાશમાં એકાએક વાદળોના સ્કંધોનું છાઈ જવામાં, તદન શાંત વાતાવરણમાં એકાએક વાવંટોળરૂપે વાયુના સ્કંધોના વ્યાપી જવામાં અને પછી થોડીજ વારમાં એ બધું વિખરાઈ જવામાં કોઈ મનુષ્ય, કોઈ દેવ કે કોઈ ઈશ્વર કારણ નથી, કિન્તુ પરમાણુના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શોના સ્વાભાવિક સંયોગો અને વિયોગો જ કારણ છે.
જૈન દર્શનકારોએ સ્કંધનિર્માણની ખૂબ જ સમુચિત રાસાયણિક વ્યવસ્થા દેખાડી છે.
આપણે કાળા વર્ણના અનંત પ્રકારો જેમ જોયા તેમ સ્નિગ્ધતા અને રુક્ષતા પણ એક ગુણથી લગાવીને અનંત ગણવાળી હોઈ શકે.
હવે કયો પરમાણુ કયા પરમાણુ સાથે સંયોગ કરી શકે તેની શરતો જોઈએ. 多摩象多麼多麼多麼多麼幸率麼部參參參參參參參參參參參參參參參參參參象中体麼多零部 પરમાણુવાદ
(૧) એવા બે પરમાણુ લો, જે બંનેમાં સ્નિગ્ધતા-ગુણ છે. આ બે
પરમાણુઓ સજાતી સ્પર્શવાળા છે એટલે તેમની સ્નિગ્ધતા વચ્ચે ઓછામાં ઓચું બે ગુણનું અંતર હોય તો જ તે બે પરમાણુનો સંયોગ થઈને એક સ્કંધ બની શકે. દા.ત., એક પરમાણુમાં બે ગુણ સ્નિગ્ધતા છે તો બીજા પરમાણમાં ઓછામાં ઓછી ચાર ગુણ સ્નિગ્ધતા હોવી જોઈએ. બીજા એવા બે પરમાણુ લઈએ, જેમાં બંનેયમાં રુક્ષતા છે. આ બે પરમાણુઓ પણ સજાતીય સ્પર્શવાળા છે માટે તેમની રુક્ષતાના ગુણ વચ્ચે ઓછામાં ઓછું બેનું અંતર પૂર્વવત્ રહેવું જોઈએ. એક પરમાણુમાં બે રુક્ષતા હોય તો તેની સાથે સંયોગ થવા માટે બીજાં પરમાણુમાં ઓછામાં ઓછી ચાર ગુણ રુક્ષતા હોવી જોઈએ.
ટૂંકમાં, સજાતીય ગુણવાળા પરમાણુનો સંયોગ ત્યારે જ થાય, જયારે તેમના ગુણમાં ઓછામાં ઓછું બેનું અંતર હોય. (૩) હવે વિજાતીય સ્પર્શવાળા બે પરમાણુના સંયોગમાં શરત જોઈએ.
એક પરમાણુમાં સ્નિગ્ધતા છે અને બીજા એક પરમાણુમાં રુક્ષતા છે. આવા બે પરમાણુનો સંયોગ અવશ્ય થાય. ચાહે બેયના સમાન ગુણો હોય કે વિષમ સંક્યાના ગુણો હોય, બે ગુણ સ્નિગ્ધતા અને બે ગુણ રુક્ષતાવાળા બે પરમાણુનો પણ સ્કંધ બને. એક ગુણ સ્નિગ્ધતા અને બે-ત્રણ કે તેથી વધુ ગુણ રુક્ષતાવાળા બે પરમાણુનો
પણ રૂંધ બને. (૪) આ શરતોમાં એક અપવાદ છે કે એક ગુણ-સ્નિગ્ધતા અને એક ગુણ
રુક્ષતાવાળા-જઘન્ય ગુણવાળા પરમાણુનો કદી સંયોગ થાય નહિ !
જ્યાં શરત લાગુ પડતી હોય ત્યાં તે પરમાણુઓનો સ્કંધ બને છે. આમ બે પરમાણુનો, ત્રણે પરમાણુનો, ચાર પરમાણુનો યાવતું અસંખ્ય અને અનંત-પરમાણુઓનો પણ એક સ્કંધ બની શકે છે.
જ્યાં સુધી પરમાણુના બનેલા સંક્વોમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના અંશોમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે સ્કંધમાં સંયોજિત થયેલો પરમાણુ તે સ્કંધમાંથી છૂટો ન જ પડે એવો નિયમ નથી. કેમકે સ્કંધમાંથી
૧૯૩
૧૯૪
વિજ્ઞાન અને ધર્મ