________________
જિનાગમોમાં છ દ્રવ્યમાં માત્ર પુદ્ગલદ્રવ્યને રૂપી જણાવવામાં આવ્યું છે. રૂપી એટલે જે દેખાય તે નહિ, કિન્તુ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી.
પુદ્ગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગન્ધ અને આઠ સ્પર્શ હોય છે. (૧) પુદ્ગલની સંખ્યા અનંત છે, (૨) તે લોકાકાશમાં વ્યાપ્ત છે, (૩) સર્વ કાળમાં તેનું અસ્તિત્ત્વ હોય જ છે, (૪) તે વર્ણાદિવાળું હોય છે અને તેનો ગ્રહણ–ગુણ છે.
પુદ્ગલ-દ્રવ્યના ચાર ભેદ છે. : (૧) સ્કન્ધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ
પુદ્ગલ દ્રવ્યનો, બે વગેરે પરમાણુનો મળેલો કોઈપણ એક કટકો તે સ્કન્ધ, એવા કોઈપણ કટકાનો બુદ્ધિથી કલ્પેલો એક ભાગ તે દેશ, અને તે સ્કન્ધનો કે દેશનો એવો એક અંશ જેના હવે બે અંશ ન જ થઈ શકે તેવો તે સ્કન્ધમાં જ રહેલો ભાગ તે પ્રદેશ કહેવાય. અને એજ પ્રદેશ તે સ્કન્ધથી છૂટો પડી જાય એટલે તેને પરમાણુ કહેવાય.
પરમાણુ-પુદ્ગલ અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણાતિતીક્ષ્ણ શસ્ત્રોથી પણ તેના બે કટકા થઈ શકતા નથી. અગ્નિથી તે બળી શકતો નથી. ભયંકર વર્ષાથી પણ તે પલળતો નથી. તેને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ કે ઊંચાઈ હોતી નથી, તે પોતે જ આદિ, મધ્ય અને અન્તસ્વરૂપ છે. ઈન્દ્રિયોથી તે જોઈજાણી શકતો નથી. તેમાં પાંચ વર્ણમાંથી એક વર્ણ, પાંચ રસમાંથી કોઈપણ એક રસ, બે ગંધમાંથી કોઈપણ એક ગંધ અને આઠ સ્પર્શમાંથી કોઈપણ બે સ્પર્શ હોય છે. તે પણ સ્નિગ્ધ-રુક્ષમાંથી એક અને શીતઉષ્ણમાંથી એક એમ બે સ્પર્શ હોય છે.
પરમાણુમાં શબ્દ-ગુણ હોતો નથી.
• પાંચ વર્ણ : કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ
પાંચ રસ : કડવો, તીખો, તૂરો, ખાટો, મધુર
બે ગંધ : સુગંધ, દુર્ગંધ.
આઠ સ્પર્શ : સ્નિગ્ધ-રુક્ષ, શીત-ઉષ્ણ, ગુરુ-લઘુ, મૃદુ-કર્કશ.
પરમાણુવાદ
વાત વાતમા
૧૯૧
પરમાણુ એ અન્તિમ દ્રવ્ય છે, એનાથી નીચે બીજું કોઈ દ્રવ્ય નથી, એટલે તે સ્કંધોનું છેલ્લું કારણ બને છે. વળી તે સૂક્ષ્મ છે અને નિત્ય છે. જિનાગમોમાં પરમાણુ અંગે કહેલી વાતોમાં આ ઘણી મહત્ત્વની વાતો
કહી શકાય.
આપણે પૂર્વે જોઈ ગયા તેમ ભૌતિક વિજ્ઞાને મૌલિક પરમાણુના ૧૦૩ પ્રકાર માન્યા છે. તેમનામાં એક બીજાથી ભેદ રહે છે, જ્યારે જિનાગમમાં એકબીજા ૫૨માણુ વચ્ચે એવી કોઈ ભેદરેખા આંકવામાં આવી નથી. કોઈ પરમાણુ કાલાન્તરે બીજા કોઈપણ ૫૨માણુ જેવો બની શકે છે. જલ-પરમાણુ એ અગ્નિ-પરમાણુ બની શકે છે.અને અગ્નિપરમાણુ કાલાંતરે પરમાણુ બની શકે છે.+
વળી પરમાણુમાં વિવક્ષિત કાળે જે વર્ણ, જે ગંધ, જે રસ અને જે સ્પર્શ હોય તે જ સદા માટે રહેતા નથી, તેમાં પણ ઘણાં ફે૨ફા૨ો થઈ જાય છે. આજનો કાળો પરમાણુ કાલાન્તરે લાલ પણ હોઈ શકે, વળી આજનો એક અંશ (ગુણ) કાળો પરમાણુ કાલાન્તરે એક લાખ અંશ (ગુણ) કાળો પરમાણુ પણ બની જઈ શકે. એજ રીતે ગંધ વગેરેમાં પણ રૂપાન્તર કે ગુણાન્તર થઈ જાય છે. આથી એકજ પરમાણુ પણ અનેક પ્રકારનો બની જાય છે. એકજ કાળો વર્ણ પણ અનેક પ્રકારનો બને છે. પાણીમાં કાળા રંગનો એક કણ નાખતાં પાણી કાળુ બને, પણ તે કાળાશ સાવ ઓછી હોય છે, પછી બીજો કણ પડતાં તે કાળાશ જરા વધુ ઘેરી બને, ત્રીજા કણે એથી વધુ કાળાશ જોવા મળે તે તદ્દન સ્વાભાવિક છે. આવું જ ગંધ વગેરેના સંબંધમાં સમજવું. આમ પરમાણુમાં અનંત પ્રકારો પડી શકે છે. સ્કન્ધનિર્માણાની પ્રક્રિયા :
કુંભાર ઘડો બનાવવા માટે જે માટી હાથમાં લે છે એ માટી તો અનંત પરમાણુની કણ-કણ છે, લાકડાના જે માવામાંથી કાગળ બનાવવામાં આવે છે તે માવો તો અગણિત સ્કંધોનો જથ્થો છે. એમ માનવ જ કોઈ દ્રવ્ય બનાવે છે તે દ્રવ્યનું જે ઉપાદાન કારણું છે તે પણ कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः ।
+
एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
*******称图 ૧૯૨
****** વિજ્ઞાન અને ધર્મ