________________
૧૯. પરમાણુવાદ
છદ્રવ્યમાં અંતિમ પુદ્ગલદ્રવ્ય છે. આ પુદ્ગલદ્રવ્ય પરમાણુથી માંડીને અનંતપ્રદેશવાળા સ્કંધસ્વરૂપ હોઈ શકે છે. તેમાં પરમાણુ સ્વરૂપ પુદ્ગલ એ અસ્તિકાય ન કહેવાય, કેમકે તે પોતે એકજ પ્રદેશસ્વરૂપ છે. જ્યારે અગણિત પ્રદેશોના સ્કલ્પરૂપ પુગલને અસ્તિકાય કહી શકાય.
આ વિષય ઉપર આપણે વિસ્તારથી ચિંતન કરીશું. વિજ્ઞાનનું સમગ્ર સંશોધન ક્ષેત્ર આ પુદ્ગલ ઉપર જ આધારિત છે. પુદ્ગલને આધુનિક પરિભાષામાં મેટર અને એનરજી (matter and energy) કહેવાય.
પાશ્ચાત્ય દેશોના બુદ્ધિમાનું વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે કે પુગલ-પરમાણુ સંબંધી પહેલી વાત તો ડેમોક્રેટસ (ઈ.પૂ. ૪૬૦૩૭૦) નામના વૈજ્ઞાનિકે જ કરી હતી, પરંતુ આ વાત સાચી નથી. ભારતવર્ષમાં તો પરમાણુ-પુદ્ગલનો વિચાર તો સેંકડો નહિ, હજારો નહિ, કિન્તુ અગણિત વર્ષોથી મળે છે. આ વિચાર પણ જૈનદર્શનમાં જ પદ્ધતિસર નિરૂપાયેલો જોવા મળે છે.
જૈન આગમોના કથન પ્રમાણે તો જૈન તત્ત્વજ્ઞાન અનાદિકાલીન છે. : શાશ્વત છે. દરેક ઉત્સપ્પિણી અથવા અવસર્પિણીના કાળમાં ચોવીસ તીર્થકર ભગવાન થાય છે. તેઓ દરેક સત્યનું પ્રતિપાદન કરે છે. એમના પ્રતિપાદનમાં પરસ્પર કદાપિ વિરોધ સંભવી શકતો જ નથી. જે કાંઈ ભગવાન આદિનાથે કહ્યું તેજ ભગવાન્ પાર્શ્વનાથે કહ્યું અને તેજ ભગવાન મહાવીરે કહ્યું,
ઐતિહાસિક દૃષ્ટિથી પણ હવે તો એવું અન્વેષણ કરવામાં આવ્યું છે કે ધર્મ એ વૈદિક અને બૌદ્ધધર્મથી પણ પ્રાચીન છે. આજ સુધી ઐતિહાસિક ક્ષેત્રમાં આ કાળના છેલ્લા-૨૪માં જિન મહાવીરસ્વામીનું જ
અસ્તિત્ત્વ કબૂલવામાં આવતું હતું, પરંતુ હવે તો એમની પૂર્વે-૨૫૦ વર્ષે થયેલા ભગવાન્ પાર્શ્વનાથને પણ કબૂલવામાં આવ્યા છે અને વૈદિક ગ્રંથોમાં તો ભગવાન્ ઋષભદેવ-કે જેઓ ભગવાન્ મહાવીરથી પણ અગણિત વર્ષો પૂર્વે થયા હતા તેમને પણ અવતાર તરીકે કબૂલવામાં આવ્યા છે. આમ એથી પણ પ્રાચીન સમયમાં થયેલા તીર્થકરોની વાત હમણા બાજુ ઉપર રાખીએ તો પણ ભગવાનું મહાવીરે પરમાણુ અંગે જે વાતો કરી છે તે જ વાત ભગવાન્ પાર્શ્વનાથ અને ભગવાન્ આદિનાથે કહી છે.
પરમાણુનું પ્રતિપાદન કરનાર કોણ ? એ પ્રશ્નનું સમાધાન હવે તરત થઈ જાય છે. ડેમોક્રેટસ તો ઈ.પૂ. ૪૬૦માં થયો, જયારે ભગવાનું પાર્શ્વનાથ ડેમોક્રેટસ તો ઈ.પૂ. ૪૬૦માં થયો, જયારે ભગવાન્ પાર્શ્વનાથ ઈ.પૂ. ૮૪૨માં થયા. આમ એ બેની વચ્ચે ૪૨૨ વર્ષનું અંતર પડી જાય છે. આમ જયારે ડેમોક્રેટસની પૂર્વે ભગવાન્ પાર્શ્વનાથ થયા ત્યારે પરમાણુની સત્યકથાઓ પ્રથમ કરનાર ભગવાન પાર્શ્વનાથ છે એ વાત નિર્વિવાદ રીતે સિદ્ધ થઈ જાય છે અને જો ભગવાનું આદિનાથનો પણ વિચાર કરીએ તો તો ડેમોક્રેટસથી પણ અગણિત વર્ષ પૂર્વે પરમાણુની વાતો ભગવાન્ આદિનાથે કહી ચૂક્યા હતા એમ બેધડક કહી શકાય તેમ છે.
અહી તો એટલી જ વાત કરવી છે કે પરમાણુ અંગેનો સત્ય વિચાર જૈનાગમોમાં જન્થમ રજૂ કરાયો છે.
ઈતિહાસવિજ્ઞોએ ડેમોક્રેટસને પરમાણુના સ્વરૂપનો આવિષ્કર્તા કહ્યો છે એ વાત નિતાન્ત અસત્ય છે એ હવે સમજાઈ જશે.
આપણે હમણાં જ જોઈ ગયા કે પુદ્ગલ એટલે આજના વૈજ્ઞાનિકોનું matter and evergy, બૌદ્ધોનાં ત્રિપિટકોમાં પુદ્ગલ શબ્દ આવે છે ખરો, તે ‘મેટર' અર્થમાં નહિ. - જે વસ્તુ બીજી વસ્તુ (દ્રવ્ય કે પર્યાય)થી પુરાય (ભરાતી રહે, અને ગળે (ઘટતી રહે) તે વસ્તુને પુદ્ગલ કહેવાય છે. મોટા સ્કન્ધોમાંથી કેટલાંક પરમાણુ વગેરે દૂર થાય છે અને કેટલાંક નવા જોડાય છે જયારે પરમાણુમાં કેટલાંક વર્ણાદિ પર્યાયો જાય છે અને કેટલાંક આવે છે માટે તમામ સ્કન્ધો અને તમામ પરમાણુને પુદ્ગલ કહેવાય છે.* • पुरणाद् गलनाच्च पुद्गलाः ।
વિજ્ઞાન અને ધર્મ
• It is older than Hinduism or Buddhism.
- A History of philosophical system. P. 6
પરમાણુવાદ
૧૮૯
૧૯૦