________________
| ભરૂચથી જંબુસર તરફના વિહારમાં આપણે હતા અને ગુરુદેવ, જે મુનિવર પાસે આપના દાંતનું ચોકઠું રહેતું હતું એ ચોકઠાની ડબ્બી એ મુનિવરના પાકીટમાંથી રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. મકાને આવ્યા, આપ વાપરવા બેઠા અને આપે ચોકઠું માગ્યું. ત્યારે ખ્યાલ આવ્યો એ મુનિવરને કે ચોકઠું તો પાકીટમાં છે જ નહીં. ડરતાં ડરતાં એ મુનિવરે આપની સમક્ષ એ હકીકત જણાવી.
આપે વગર ચોકઠાએ જેમતેમ ગોચરી વાપરી તો લીધી પણ એ ચોકઠું શોધવા રસ્તા પર માણસો મોકલવા પડ્યા, ચોકઠું ન જ મળવાથી દાંતના ડૉક્ટરને ભરૂચથી બોલાવવા પડ્યા, નવા ચોકઠાનું માપ લેવા એ ડૉક્ટરે જે આરંભ-સમારંભ કર્યો એ જોઈને આપ કઈ હદે વ્યધિત થયા એ મેં નજરોનજર નિહાળ્યું. આપ એ દિવસની આખી રાત આ વેદનામાં સૂતા નહીં. આપને રાતના પડખાં ઘસતાં જોઈને મેં પૂછી લીધું. ‘ઊંઘ નથી આવતી ?"
‘આંખ સામે આટલો આરંભ-સમારંભ જોચા પછી ઊંઘ આવે જ શી રીતે ?' આપનો આ જવાબ હતો.
ગઈવ આવું કોમળ હd આપનું હૈયું, આવી પાપભીરુતા હતી આપની. વિશઘનાથી. વલોવાઈ જાય એવી હતી અપની ચિત્તવૃત્તિ કર્યા સરનામે આ બધું અમને જે લેવી. મળશે ?
ગુરુદેવ કહે છે... માણસ અભિમાન રાખે કે હું બધું સારું કરી દઉં. હું ધાર્યું પાર પાડી દઉં તો એ હું પર અભિમાન કેટલું વાજબી છે? વિકટ સંયોગોમાં ખોટી ધારણાઓ કરી અભિમાનથી અપકૃત્ય કરવાને બદલે અરિહંત પ્રભુની ભકિત તથા તપસ્યા વધારવી એમાં ડહાપણ છે.