________________
ગુરુદેવ કહે છે...
શુભ યોગો, શુભ પ્રવૃત્તિઓનું પ્રયોજન એ છે કે એમાં મન બંધાવાથી વિષય રમણતા ઓછી થતી આવે ને એના સંસ્કાર ઘસાતા જાય પરંતુ યોગચાંચહ્ય જ રહ્યા કરે તો પછી શુભયોગ વિનાના કાળે તો બચવાનું રહે જ શાનું ? એટલે જ યોગસ્થિરતા માટે ઇન્દ્રિયો સંગોપી રાખવી જરૂરી છે.
આમ તો એ ઉપાશ્રયમાં માત્ર મુનિ ભગવંતો જ રહેતા હતા. નીચેના
GROUND FLOOR માં રોજનાં પ્રવચનો થતા હતા પણ બન્યું એવું ગુરુદેવ કે આપ રાત્રિના ચન્દ્રપ્રકાશમાં પ્રભુવચનોની અનુપ્રેક્ષા લખવાના ખ્યાલે થોડાંક વહેલા નિદ્રાધીન બની ગયા હતા અને અચાનક ઝબકીને જાગી ગયા. ‘આ સ્ત્રીનો અવાજ ક્યાંથી આવે છે ?
ગુરુદેવ, નીચે બહેનોનું પ્રતિક્રમણ ચાલે છે. એમાં કોક બહેન સ્તવન બોલી રહ્યા હોય એવું લાગે છે,
અને ગુરુદેવ, પળની ય વાર લગાડ્યા વિના આપ દંડાસન લઈને એક પ્રૌઢ મુનિવરને સાથે રાખીને નીચે પહોંચી ગયા અને બહેનોને કહી દીધું આપે કે સ્તવન ઘીમેથી બોલો. એનો અવાજ ઉપર આવવો જોઈએ નહીં. અને બીજે દિવસે વંદન કરવા આવેલ ટ્રસ્ટીઓને સૂચન કરીને આપે બહેનોના પ્રતિક્રમણ માટેનું સ્થાન જ બદલાવી દીધું.
ગુરુદેવ,
પવિત્રતાને અકબંધ રાખવા માત્ર વિજાતીયનાં રૂપદર્શનથી જ બચવા જેવું છે એમ નહીં પણ વિજાતીયના શબ્દશ્રવણથી પણ દૂર રહેવા જેવું છે એ શાસ્ત્રાજ્ઞા પ્રત્યેનો આપનો પ્રેમ આ હદે સક્રિય બનતો નિહાળવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે એ બદલ હું મારી જાતને ભારે નસીબદાર માનું છું.
M