________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૯૧
સાધુ પદનું ધ્યાન કરવા માટે ધ્યાતામાં મૌલિક યોગ્યતા જોઈએ. સાધના કરે તે સાધુ! નિર્વાણ-સાધક-મોક્ષ સાધક ધર્મ-આરાધના કરે તે સાધુ, સાધુની ભાવના ‘આત્મવત્ સર્વમૂતેષુ' હોય. તેમના હૃદયમાં ઊંચ-નીચનો ભેદ નહિ, રાય-રંકનો ભેદ નહીં. સર્વ જીવોના હિતની કામના હોય અને કલ્યાણની ભાવના હોય.
સાધુ કેવા હોય?
૧. સાધુમાં વિષય-સુખોની વિરક્તિ હોય.
૨. સાધુ સ્વયં સાધક બને અને બીજાને આરાધનામાં સહાયક બને.
૩. સાધુ લોકસંજ્ઞા ત્યાગી હોય. ‘દુનિયા શું કહે છે? જમાનો કેવો છે?’ તેની ચિંતા કર્યા વગર, જમાનાને અનુસરવાને બદલે પ્રભુના માર્ગને અનુસરે.
૪. સાધુ દશ પ્રકારના યતિધર્મનું પાલન કરનારા હોય. કોઈ માન આપે કે અપમાન કરે, તેની ચિંતા ન કરે. તેમને મન કંચન અને પથ્થર સમાન હોય. માન, અપમાન બન્નેને સમાન ગણે. ગાળ આપનાર હોય કે સન્માન કરનાર હોય, સાધુને મન બન્ને સમાન...!
૫. સાધુ ગુરુ-આજ્ઞાનું પાલન કરવામાં તત્પર હોય. ગુરુ પ્રત્યે હૃદયમાં બહુમાન ધારણ કરે.
૬. સાધુ જીવનના પ્રાણભૂત સંયમની સાધનામાં લીન હોય.
૭. ભ્રમરની જેમ સાધુ ગોચરી વહોરનારા હોય. ભ્રમરની માફક જુદે જુદે સ્થળેથી ગોચરી લે. ભ્રમર એક એક ફૂલમાંથી થોડો રસ ચૂસે તેમ સાધુ એક એક ઘરથી થોડી થોડી ગોચરી લે. ભમરો જેમ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના રસ ચૂસે, તેમ સાધુ ગૃહસ્થોને પીડા ઉપજાવ્યા વિના ગોચરી લે. એક જ ઘરેથી બધું ન વહોરે. ‘ભર દે મૈયા ઝોલી!' આખું તપેલું સાફ ન કરે.
ગો ગાય, થોડું થોડું ચરે ને? ગાય અને ગધેડાના ચરવામાં ફરક છે? ગાય ઉપર ઉપરથી ચરે, ગધેડા મૂળમાંથી ઉખેડી નાખે!
સાધુ ગાયની માફક-ભ્રમરની માફક થોડું થોડું લે. તમા૨ા ઘરમાં દશ જણા જમનારા હોય તો એક સાધુની ગોચરી વહોરી શકાય. સાધુને ૪૨ દોષ ટાળીને ગોચરી વહોરવાની હોય છે. દા.ત. રસોઈ ચાલુ ચૂલા પર હોય તો ન વહોરે. વહોરાવનારનો હાથ કંપતો હોય તો ન વહોરે. અંધારામાં પડેલું ન વહોરે. સાધુના પ્રવેશ વખતે લાઇટ કરો અથવા આવે પછી બંધ કરો તો પણ સાધુ ગોચરી ન વહોરે. આવા આવા ૪૨ દોષ ટાળીને ગોચરી લે.
For Private And Personal Use Only