________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯o
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કરાવી....” એક મિનિટમાં ઉપકાર ભૂલી જાય ને? આજે કૃતજ્ઞતા ગુણનો દુકાળ પડી ગયો લાગે છે. નવાણું ઉપકાર કર્યા હોય અને એક અપકાર કર્યો હોય તો નવ્વાણું ઉપકાર ભૂલી જાઓ અને એક અપકાર યાદ રાખો! છતાં તમે ધર્માત્મા કહેવાઓ! કળીયુગના ધર્માત્મા! બરાબર ને!
સ્વાર્થોધ મનુષ્ય ક્યારેય કૃતજ્ઞી બની શકતો નથી! પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ઉપકારીનો ઉપકાર ક્ષણવારમાં ભૂલી જાય! કોઈ પર થોડો ઉપકાર કર્યો, તો તેનાં ગાણાં ગાયા કરો ને? દિવસમાં ત્રણ વાર તો યાદ આવી જાય ને? વહુએ સાસુનાં કપડાં મહિનામાં એક વાર ધોયાં હોય, તો આખો મહિનો યાદ કરાવ્યા કરે ને?
દશ વર્ષ પહેલાં કોઈને એક પાન ખવડાવ્યું હશે, તો દસ વર્ષ પછી પણ યાદ દેવડાવશે! પૈસાનાં બે પાન જ્યારે મળતાં હતાં! કહેશે : “યાદ કર, યાદ કર, મેં તને પેલા દિવસે પાન ખવડાવ્યું હતું ને?' ભલે પછી સામાએ તેને પાંચ વખત જમાડ્યો હોય, તે યાદ નહીં કરે! મૌલિક યોગ્યતાનો વિકાસ :
આજે મનુષ્યમાંથી મૌલિક યોગ્યતા નષ્ટ થઈ ગઈ છે, માટે ધર્મનો મહેલ હલી ગયો છે. પોલી પોચી ધરતી પર મહેલ ટકે ખરો? મનુષ્યમાંથી મૌલિક ગુણભૂમિકા ચાલી ગઈ, મનુષ્ય ગુણહીન બની ગયો. થોડા ઘણા વળી ધર્મક્રિયા કરે છે, પણ ગુણવાન ન બન્યા!
એક વ્યક્તિ ધર્મક્રિયાઓ કરે છે, પણ ગુણવાન નથી. બીજી વ્યક્તિ ધર્મક્રિયાઓ વધુ કરતી નથી, પણ ગુણવાન છે. આ બેમાંથી કોના પ્રત્યે વધુ પ્રેમ થશે? બોલો? સભા ગુણવાન પ્રત્યે!
ગુણવાન હોય, શીલવાન હોય, તેના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ થાય છે. ભલે ધર્મક્રિયા ઓછી કરતો હોય, પણ જો ગુણવાન છે, ગુણોથી જીવન સુવાસિત છે, તો તે ધર્મપ્રભાવક બનશે અને પોતાના આત્માને ઉજ્જવલ કરશે.
શ્રીપાલનું આરાધકજીવન જુઓ, કૌટુંબિક જીવન જુઓ, સામાજિક વ્યવહાર જુઓ, રાજ્ય સાથેના સંબંધ જુઓ. કેવું ઉન્નત જીવન હશે? જ્યાં જ્યાં શ્રીપાલ ગયા, ત્યાં ત્યાં ગુણોની સુવાસ મૂકતા ગયા. એક પણ એવો પ્રસંગ નથી, કે જ્યાં તેમણે દોષની દુર્ગધ પ્રસારી હોય!
For Private And Personal Use Only