________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
अध्यात्मोपनिषद्बीजमौदासीन्यममन्दयन् । न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमात्मनः ।।८४ ।।
: અર્થ : અધ્યાત્મ જ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર જે પુરુષ કાંઈ પણ જોતો નથી, તે પુરુષ આત્મતત્ત્વને જુએ છે.
વિવેચન : ઉદાસીનતા! મધ્યસ્થભાવ! સામ્યભાવ! આ ઉદાસીનતામાંથી અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનીને આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે.
અર્થાતુ આત્મતત્ત્વને પામવા સર્વપ્રથમ, સંસાર પ્રત્યે ઉદાસીન બનવું જ પડે, માયામય વિશ્વ તરફ મધ્યસ્થભાવ જાગ્રત રાખવો જ પડે. મોહમય અવિદ્યાને સામ્યભાવથી દૂર કરવી જ પડે.
અધ્યાત્મજ્ઞાનનો ઉઘાડ થયા પછી એ પુરુષને બીજું કાંઈ જ દેખાતું નથી. સહજ રીતે એ આત્મભાવ તરફ ઢળી જાય છે. એનું સમગ્ર ચિંતન, એની સમસ્ત ક્રિયાઓ, આત્માની આસપાસ જ થતી હોય છે.
आत्मानमधिकृत्य या क्रिया प्रवर्तते तदध्यात्मम् । એકવાર નિજરૂપ દેખાઈ જવું જોઈએ. પછી બીજું કાંઈ એને જોવું ગમતું નથી. એવી રીતે, જ્યારે સમગ્ર સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી ગયા પછી એને કાંઈ પણ જોવું ગમતું નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
उदासीनता मगन हुइ, अध्यातम रसकूप
देखे नहीं कईं और जब, तव देखे निजरूप । મૂળભૂત વાત ગ્રંથકારે કરી છે : ઉદાસીનતાને સતેજ રાખવાની. જે પુરુષ ઉદાસીનતાને જીવંત રાખે છે, તે જ અધ્યાત્મજ્ઞાની બની શકે છે, અને એ અધ્યાત્મજ્ઞાની આત્મહત્ત્વની પ્રતીતિ કરે છે.
For Private And Personal Use Only