________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
સાયશતકે
निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते। परमानन्दजीवाती योगेऽस्य क्रमते मतिः ।।८५।।
: અર્થ : જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને, સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે.
:વિવેચન : પરમાનંદનું જીવન એટલે મોક્ષ. પરમાનંદનું જીવન એટલે મુક્તિ.
એ મોક્ષ, એ મુક્તિ મળે છે “યોગ'ની આરાધનાથી, “સમતાયોગ થી, એ સમતાયોગ'ની પ્રાપ્તિ, અધ્યાત્મયોગ-ભાવનાયોગ અને ધ્યાનયોગની પ્રાપ્તિ થયા પછી થાય છે.
સમતાયોગ એટલે અવિદ્યાકલ્પિત ઇષ્ટાનિષ્ટ વસ્તુઓમાં સમ્યજ્ઞાનથી સમતા રાખવી. અર્થાતુ ઇષ્ટમાં રાગ નહીં, અનિષ્ટમાં દ્વેષ નહીં. પરપદાર્થોની કોઈ અપેક્ષા નહીં. આવો સમાયોગ એ પુરુષને પ્રાપ્ત થાય છે કે જે નિઃસંગ બનીને સામ્યગુણને આત્મસાત્ કરે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
आगे करी निःसंगता, समता सेवत जेहु,
रमे परम आनंदरस, सत्ययोग में तेहु । નિઃસંગ બનવું, સંગરહિત બનવું, એ પહેલી વાત છે. જ્યાં સુધી પરદ્રવ્યપરપુગલનો સંગ રહે છે, ત્યાં સુધી સમતાગુણ આવતો નથી. પરદ્રવ્યના સંગમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના રહે જ છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાં રાગવૈષ આવે જ. એટલે નિઃસંગ બનવું અનિવાર્ય છે. - સામ્યયોગી પરમાનંદનો અનુભવ કરે છે. - સામ્યયોગી આત્માનુભૂતિ કરે છે. - ક્રમશઃ એ શાશ્વત્ પરમાનંદનું જીવન પામે છે.
For Private And Personal Use Only