________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
સાગ્યશતક
दंभजादपि नि:संगाद् भवेयुरिह संपदः । निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ।।८६ ।।
: અર્થ : આ દુનિયામાં દંભયુક્ત નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, તો જો નિસગપણું નિષ્કપટ હોય, તો તેનાથી મોક્ષ અતિ દૂર કેમ હોય? અર્થાત્ ન જ હોય.
:વિવેચન : દંભ-સહિત નિઃસંગતા, દંભ-રહિત નિઃસંગતા.
ગ્રંથકારે નિઃસંગતા બે પ્રકારની બતાવી છે અને ત્યાં સુધી કહ્યું છે કે દંભસહિત આચરેલી નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
બહારથી (દેખાવની) નિઃસંગતા હોય, પરંતુ હૃદય નિઃસંગ ન હોય. બહારથી વિરક્તિ હોય, પરંતુ અંત:કરણ વિરક્ત ન હોય. આને દંભ-સહિત નિઃસંગતા કહેવાય. આવી નિઃસંગતા જોઈને પણ આ દુનિયાના ભોળા-સરળ જીવો ઝૂકી જાય છે અને એવા દંભી નિઃસંગીઓના ચરણે સંપત્તિ ધરી દે છે.
ગ્રંથકાર કહે છે કે જે દંભી નિ સંગીઓ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, તો પછી જેઓ ખરેખર, દંભરહિત નિઃસંગી હોય તેમને મુક્તિની સંપત્તિ, પરમપદની સંપત્તિ કેમ ન મળે? અર્થાતુ મળે જ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
दंभजनित असंगता इहभव के सुख देत,
दंभरहित निःसंगता, कोन दूर सुख देत । ગ્રંથકાર આચાર્યદેવ, સાચી આંતર નિઃસંગતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. જે નિઃસંગતાના પરિણામે સાચો સામ્યભાવ પ્રાપ્ત થાય અને એ સામ્યભાવના પરિણામે “સમતાયોગ'ની પ્રાપ્તિ થાય. સમતાયોગમાં સ્થિર થઈ, આત્મા કર્મરહિત બને અને પરમાનંદની પ્રાપ્તિ કરે.
For Private And Personal Use Only