________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
સાધ્યશતક
संगावेशानिवृत्तानां मा भून्मोक्षो वशंवदः। यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ।।८७ ।।
': અર્થ : સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરુષોનો, ભલે કદી મોક્ષ ન થાય, પરંતુ તેમને જે સુખ મળે છે, તે અનિર્વચનીય હોય છે.
:વિવેચન : નિઃસંગ પુરુષોની મુક્તિ જલદી થતી હોય છે, છતાં કદાચ કોઈની મુક્તિ મોડી થાય તો પણ એમને જે આંતરસુખ હોય છે, એ સુખનું વર્ણન શબ્દોમાં કરી શકાય એવું નથી હોતું. પ્રશમરતિ' ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છે -
यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ।।१२४ ।। સર્વ વિષયોની આકાંક્ષામાંથી પેદા થતું જે સુખ રાગી (સંગી) જીવને મળે છે, એનાથી અનંત કોટિગુણ સુખ રાગરહિત (નિસંગી જીવને મળે છે.”
નિઃસંગ-વિરક્ત આત્માને જે સુખ મળે છે, તેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી. તે અનુભવગમ્ય હોય છે. એવી રીતે તીવ્ર આસક્ત-સંગાવેશવાળો જીવ જે દુ:ખ પામે છે, તે દુઃખનો એક અંશ પણ નિઃસંગ વિરક્ત જીવને સ્પર્શતી નથી.
નિઃસંગ અને વિરક્ત આત્માનું વર્ણન “પ્રશમરતિ'માં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : જેમણે વેદ અને કષાયોને શાંત કરી દીધા છે, જેઓ હાસ્ય, રતિ, અરતિ અને શોકમાં સ્વસ્થ રહે છે, જેઓ ભય અને નિંદાથી પરાજિત થતા નથી, આવા મહાત્માઓને જે સુખ હોય છે, તેવું સુખ બીજાઓને કેવી રીતે હોય? અને એ સુખનું શબ્દોમાં વર્ણન પણ કેવી રીતે થઈ શકે?
નિઃસંગ, શાન્ત-ઉપશાન્ત આત્માઓ જે આંતરસુખને અનુભવે છે, તેવું સુખ, અશાન્ત અને અનુપશાન્ત એવા સમ્ય દૃષ્ટિ, જ્ઞાની, ધ્યાની અને તપસ્વીઓ પણ અનુભવતા નથી.
For Private And Personal Use Only