________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
૮૯
स्फुरत्तृष्णालताग्रंथि-र्विषयावर्तदुस्तरः। क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ।।८८ ।।
: અર્થ : આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતા-ગ્રંથિઓ સ્કુરાયમાન થાય છે, વિષયોરૂપ આવર્તાથી તે દુસ્તર છે અને ક્લેશરૂપ તરંગોની ક્રિીડાથી ભયંકર છે.
વિવેચન: આ સંસાર એક મહાસાગર છે.
આ મહાસાગરમાં તૃષ્ણાઓની લતાઓ ફેલાયેલી છે. એટલે તરનારાઓ એ લતાઓમાં અટવાઈ જાય છે. તેમના શરીરે એ તૃષ્ણા-લતાઓ વીંટળાઈ જાય છે.
એવી રીતે આ મહાસાગરમાં ઠેર-ઠેર વિષયોના આવર્ત રહેલા છે. આ વિષયાવર્તા બહુ ખતરનાક હોય છે. જે જીવો એ વિષયાવતમાં ફસાય છે, તેઓ ઊંડા પાણીમાં ડૂબી જાય છે.
આ મહાસાગરમાં લેશોના તરંગો નિરંતર ઊછળ્યા કરે છે. એવા ભયંકર એ તરંગો હોય છે કે જીવાત્માઓ પણ એ તરંગો સાથે ઊછળ્યા કરે છે અને પછડાયા કરે છે! જાત-જાતના ફ્લેશોમાં જીવો ઊછળ્યા કરે છે અને પછડાયા કરે છે ને!
માટે આ ભવસાગર દુસ્તર છે અને ભયંકર છે. આવા ભવસાગરમાં આપણો જીવ અનંતકાળથી ઊછળ્યા કરે છે ને પછડાયા કરે છે. જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે જીવાં કાંઈક શાન્તિ-સુખ અનુભવે છે. એટલે જીવોને થોડું ગમે છે, અને એ વખતે તરી જવા ઇચ્છતા નથી! ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
तिसना विद्रुम वल्लिघन, विषय घुमर बहु जोर,
भीम भयंकर खेद जल, भवसागर चिहुं ओर । ('વિષય-ઘુમર' એટલે વિષયાવર્તા. “ભીમ ભયંકર ખેદ જલ' એટલે ક્લેશોના ભયંકર તરંગો. “તિસના' એટલે તૃષ્ણા.
For Private And Personal Use Only