________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૦
www.kobatirth.org
विदलद् बंधकर्माणमद्भुतां समतातरीम् ।
आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ॥ ८९ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: અર્થ:
હે યોગી, જે નાવડીનાં બંધકર્મ (લંગર) તૂટી ગયાં છે, એવી સમતા (સામ્ય) રૂપ અદ્ભુત નાવડીમાં બેસી, જ્લદી ભવસાગરને તરી જા.
: વિવેચનઃ
ભવસાગર તરવો છે?
ભવસાગર જલદી તરવો છે? તો સમતાની નાવડીમાં બેસીને તરી શકશો.
ભલે આ ભવસાગરમાં સર્વત્ર તૃષ્ણાની લતાઓ પથરાયેલી હોય, તારે એ લતાઓનો સ્પર્શ તો નહીં જ ફરવાનો, મનમાં ય એ લતાઓનું ચિંતન નહીં કરવાનું. ભલે ભવસાગરમાં અનેક વિષયાવર્તો આવે, તારે આંખો બંધ કરીને સમતાની નૈયામાં બેસી રહેવાનું, એ આકર્ષક આવર્તોમાં સ્નાન કરવાની ઇચ્છા પણ નહીં કરવાની. ભલે ભવસાગરમાં ક્લેશના તરંગો આકાશને આંબવા ઊછળતા હોય, તારે તારી સામ્યભાવની તૈયામાં દૃઢતાથી બેસી રહેવાનું! નૈયામાંથી ઊછળી ના પડાય, એવી કાળજીથી નૈયાને સજ્જડ પકડી રાખીને બેસી રહેવાનું!
સામ્યશતક
આવી રીતે ભવસાગરને ‘યોગી’ જ તરી શકે. એટલે ગ્રંથકારે આ તરવાની વાત યોગીને કરી છે. તૃષ્ણાઓ અને વિષયોથી યોગી જ અલિપ્ત રહી શકે! ભયંકર ક્લેશોના તરંગો વચ્ચે યોગી જ નિર્ભય રહી શકે. ભવસાગર તરવાનું કામ ભોગીનું નહીં, યોગીનું જ છે.
-
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ નાવડીને અઢાર હજાર શીલાંગનાં પાટિયાંઓથી સજ્જ કરીને એમાં બેસવાનું કહે છે
चाहे ताको पार तो, सज कर समतानाउ, शील अंग द्रढ़ पाटीए सहस हजार बनाउ.
For Private And Personal Use Only