________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि, तद्भस्मनि हुतोपमम् ।।१०।।
: અર્થ : સૂકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ, સમતા વિના કરવામાં આવે, તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવો સમજો.
:વિવેચન : કોઈ મુનિ વૃક્ષનાં સૂકાં પાંદડાં ખાઈને તપ કરે, કોઈ મુનિ વાયુનું ભક્ષણ કરીને તપ કરે, કોઈ મુનિ અનેક વર્ષો સુધી આયંબિલનું તપ કરે.... કોઈ મુનિ મા ખમરાના પારણે મા ખમણ કરે....
પરંતુ જો સમતા વિના, સમભાવ વિના આ તપ કરે તો તેનું કોઈ મૂલ્ય નથી. રાખમાં નાંખેલા ઘીની જેમ નિરર્થક છે.
ભલે તમે સમ્યગ્દષ્ટિ હો, ભલે તમે જ્ઞાની-ધ્યાની હો, કે ભલે મહાનું તપસ્વી હો, તમે જો અનુપશાન્ત છો તો બધું જ વ્યર્થ છે, બધું જ નિરર્થક છે. શું અગ્નિ શર્મા તાપસે લાખો મા ખમણ નહોતાં કર્યા? છતાં એ ભવસાગરને તરી ન શક્યો.
શાન્ત-ઉપશાન્ત આત્માને જે સુખ આ જન્મમાં મળે છે, તે સુખ નથી તો ચક્રવર્તીને મળતું કે નથી દેવેન્દ્રને મળતું. સાધક આત્મા તો જ શાન્ત-પ્રશાન્તઉપશાન્ત રહી શકે, જો એ લોકચિતા ત્યજીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહે, રાગ-દ્વેષ અને કામવિકારો પર વિજય પ્રાપ્ત કરે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે અર્થ કરે છે -
योगी जे बहु तप करे, खाई जुरे तरुपात,
उदासीनता विनु भसम, हुति में सो भी जात. ઉદાસીનતા-સમભાવ વિના બધી જ સાધના-આરાધના વ્યર્થ છે, એમ ગ્રંથકાર કહે છે. એ ઉદાસીનતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરતા રહો.
For Private And Personal Use Only