________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્યરાતક
येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ।।९१ ।।
: અર્થ : જે તપથી જીવાત્મા આ સંસાર પરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ, મોહન કારણે કોઈ પુરુષના સંસાર બંધનનું કારણ થાય છે.
:વિવેચન : તપથી સંસારને તરી શકાય છે. તપથી સંસારમાં ડૂબી શકાય છે!
જે તપ મોહનાં બંધન તોડવા માટે થાય, તે તપથી સંસારને તરી જવાય છે. જે તપ મોહથી પ્રેરિત થઈને કરાય, તે તપથી સંસારમાં ડૂબી જવાય છે. ત૫ ક્રોધથી થાય, જેમ અગ્નિ શર્મા. તપ અભિમાનથી થાય, જેમ બાહુબલી . તપ માયાથી થાય, જેમ મલ્લીનાથની પૂર્વભવ. તપ લોભથી થાય, જેમ દ્રૌપદીનો પૂર્વભવ.
બાહુબલીને તો એમની બે બહેન-સાધ્વીઓ પ્રતિબોધ કરનારી મળી હતી, એટલે એ બચી ગયા ને ભવસાગર તરી ગયા! પરંતુ અગ્નિ શર્મા ભવસાગરમાં ડૂબી ગયો. મલ્લીનાથ ભલે “સ્ત્રીનો અવતાર પામ્યા, પણ તીર્થંકર નામકર્મ બાંધી લીધું હતું એટલે ભવસાગર તરી ગયા. અને દ્રૌપદીને પાંચ પતિ મળ્યા હતા, છતાં એના મહાસતીત્વે એને બચાવી લીધી.
તપ માત્ર કર્મનિર્જરાની ભાવનાથી કરવાનું છે. આત્મવિશુદ્ધિ માટે કરવાનો છે. કોઈ ભૌતિક આશંસાથી તપ કરવાનું નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
छूटे भव के जालथे जीनहि तप करी लोक,
सो भी मोहे काहे कुं, देत जनमको शोक । ભવપરંપરાથી મુક્ત થવા તપ કરો, મોહથી નહીં.
For Private And Personal Use Only