________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યરાતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संतोषः संभवत्येष विषयोपप्लवं विना ।
तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ।। ९२ ।।
: અર્થ:
વિષયોના ઉપદ્રવ વિના એવો સંતોષ ઉત્પન્ન થાય છે કે જેથી એ સંતોષ, વિષય વિના કોઈ અનિર્વચનીય આનંદ આપે છે.
૯૩
ઃ વિવેથન:
વિષયોનો ઉપદ્રવ શાન્ત થાય ત્યારે સંતોષનું સુખ મળે. એ સંતોષ, આત્માને કોઈ દિવ્ય આંતરસુખ આપે છે.
જો તમારે દિવ્ય આંતરસુખ અનુભવવું છે, તો તમારે સંતોષ ગુણને પ્રાપ્ત કરવો જ પડશે. એ સંતોષને મેળવવા તમારે વિષયો (પાંચ ઇન્દ્રિયોના) પ્રત્યે વિરક્ત બનવું પડશે. વિષયવિરક્તિ માટે તમારે તપશ્ચર્યાનું આલંબન લેવું પડશે.
તપશ્ચર્યા દ્વારા વિષયોનો માનસિક ઉપદ્રવ શાન્ત કરી શકાય છે. બાહ્ય તપશ્ચર્યા અને અત્યંતર (આંતરિક) તપશ્ચર્યા કરતા રહો અને વિષયો તરફ અનાસક્ત બનતા રહો. વિષયોની અભિરુચિથી ધીમેધીમે મુક્ત બનો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
विषयउपद्रव सब मिट्यो, होवत सुख संतोष,
ताते विषयातीत है, देत शान्तरस पोष ।
‘મનમાંથી વિષય ઉપદ્રવ દૂર થઈ ગયો, મનમાં સુખ-સંતોષ વ્યાપ્ત થઈ ગયો.... પરમ શાન્ત રસનો અનુભવ થયો!'
‘શાન્તરસ'ની અનુભૂતિ સંતોષથી જ થઈ શકે છે. સંતોષ તો જ સ્થિર રહે, વિષય-ઉપદ્રવ મટી જાય! વિષયોનો ઉપદ્રવ ન જોઈએ. તે તે યોગ્ય સમયે તમે વિષયોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપદ્રવ ન જોઈએ. વિષયોની તીવ્ર આસક્તિ ઉપદ્રવ પેદા કરે છે; પછી સંસારી હોય કે સાધુ હોય.
For Private And Personal Use Only
વિષયાતીત આનંદ કહો, અનિર્વચનીય સુખ કહો કે શાન્તરસ કહો - આ બધાંની પ્રાપ્તિ સંતોષથી થાય છે.