________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिर्निरीहं श्लिष्यति स्वयम् ।।९३।।
:અર્થઃ
નિઃસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે, જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે, એ વાત સ્પષ્ટ છે.
: વિવેચન :
આ જગતમાં એવો નિયમ છે કે જે પુરુષ, સુંદર સ્ત્રીની સ્પૃહા નથી રાખતો પણ તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. સ્પૃહા રાખનાર પુરુષની ચતુર સ્ત્રીઓ ગરજ સમજી જાય છે. તેથી તેના તરફ અનાદર બતાવતી જાય છે. છેવટે એ આસક્ત પુરુષને વશ કરીને, પોતે સ્વતંત્ર-સ્વચ્છંદી બનતી જાય છે. પરંતુ જો પુરુષ નિઃસ્પૃહ રહે તો સુંદરી સ્વયં જ વશ થાય છે.
-
સામ્યાતક
આ લૌકિક દૃષ્ટાંત આપીને ગ્રંયકાર કહે છે: નિઃસ્પૃહ (વિષયોની સ્પૃહા વિનાના) પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ સ્વયં જ આલિંગન આપે છે! એને વશ થાય છે. અર્થાત્ વિષયોમાં અનાસક્ત આત્માને સ્વયં જ પરબ્રહ્મનું જ્ઞાન થાય છે.
વિષયો પ્રત્યે નિઃસ્પૃહ બનો.
યાદ રાખો : પÚદા મદાવુકવું, નિઃસ્પૃહત્સં મહાસુહમ્’ ‘પરસ્પૃહા મહા દુ:ખ છે. નિઃસ્પૃહતામાં જ મહા સુખ છે.’
જો તમે નિઃસ્પૃહ છો તો આ જગતને તૃણ સમાન ગણો.
જો તમે વિદ્વાન છો તો તમારા ચિત્ત ધરમાંથી સ્પૃહાને કાઢી મૂકો.
જો તમે જ્ઞાની છો તો જ્ઞાનના દાતરડાથી સ્પૃહાની વિષવેલને કાપી નાંખો.
- નિઃસ્પૃહ મહાત્મા ભલે ભૂમિ પર સૂઈ જાય, ભિક્ષા લાવીને ભોજન કરે, જીર્ણ વસ્ત્રો પહેરે અને જંગલમાં રહે, છતાં એને ચક્રવર્તી કરતાં પણ વધારે સુખ હોય છે.
For Private And Personal Use Only
- નિઃસ્પૃહ મહાત્મા વિચારે છે : ‘હવે મારે આત્મસ્વભાવ સિવાય કાંઈ જ મેળવવાનું બાકી નથી. બીજું કાંઈ ન જોઈએ.'