________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાશતક
सूते सुमनसा कंचिदामोदं समतालता। यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ।।९४ ।।
': અર્થ : સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વેર રાખનારાં પ્રાણીઓ પણ મૈત્રીની સૌરભ પ્રાપ્ત કરે છે.
: વિવેચન : જો તમે સારા મનવાળા છો, તો સમતા તમારા મનને એવી દિવ્ય સુગંધથી ભરી દેશે કે એ સુગંધના પ્રતાપે નિત્ય વેરી એવાં પ્રાણીઓમાં પણ મૈત્રીભાવની સૌરભ ઉત્પન્ન થશે. અર્થાત્ વેરભાવથી ભરેલા જીવો પણ તમારી પાસે આવતાં, મૈત્રીભાવ ધારણ કરશે. એમનો વેરભાવ દૂર થઈ જશે.
પહેલી વાત કરી છે સારા મનની! તમારું મન સારું છે? જો મન સારું હશે, સ્વચ્છ હશે તો સમતા-લતાની સુગંધ એમાં ભરી શકાશે. સમતા-લતાની સુગંધ એમાં ટકશે! તમે સુગંધમય બની જશો. તમારા અણુ-અણુમાં સમત્વની સુવાસ પ્રસરી જશે... પછી જે કોઈ તમારા સંપર્કમાં આવશે તેના ઉપર જાદુઈ અસર થશે! એનામાં રહેલા વેર-વિરોધ નામશેષ બની જશે અને એ પણ મૈત્રીભાવથી છલકાઈ ઊઠશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
दे परिमल समतालता, वचन-अगोचर सार,
नित्य वैरी भी ज्यां बसे, लहत प्रेममहकार । જે પશુઓ અને જે મનુષ્યોના મનમાં હંમેશાં વેરભાવ રહે છે, એવા જીવો પણ, સમત્વભાવથી ઓતપ્રોત બનેલા મહાત્માઓના પરિચયમાં આવતાં, વિરભાવને ભૂલી જાય છે. તેમનામાં પણ મૈત્રીભાવ પ્રગટે છે.
સામ્યભાવનો આ પ્રભાવ જાણીને, મુમુક્ષુ આત્માએ એ સામ્યભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only