________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
સામ્યશતક साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ।।९५ ।।
અર્થ: સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને, મુમુક્ષુઓ મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો.
વિવેચન : મોહ રાક્ષસરાજ છે. રાક્ષસરાજની સેના ઘણી માયાવી હોય છે. માયાવી સેના ઉપર વિજય મેળવવો ઘણો-ઘણો અઘરો હોય છે. મોહ રાક્ષસરાજ છે, અને એની સેના ભયાનક માયાવી છે.
એ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ-અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. આ બધી સેના મોહની છે. એક-એક ઉપર વિજય મેળવવો મહા મુશ્કેલ છે. આ બધાં માયાવી છે, એટલે જુદાં જુદાં રૂપ કરી શકે છે, જીવાત્માને છેતરી શકે છે. એટલે આ બધાં ઉપર વિજય મેળવવો અશક્ય લાગે છે. છતાં જો મુમુક્ષુ આત્મા પાસે સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર આવી જાય તો એ માયાવી તેના પર વિજય મેળવી શકે છે. સામ્યભાવ એ બ્રહ્માસ્ત્ર છે.
બ્રહ્માસ્ત્રની આગળ માયાવી સેનાનું કંઈ ઊપજતું નથી! બ્રહ્માસ્ત્રથી ત્રણ ભુવન પર વિજય મેળવી શકાય છે. જો તમે મુમુક્ષુ છો, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળો છો, તો તમારે આ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર પાસે જ રાખવું જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
सेना राखस मोह की, जीपे सुखे प्रबुद्ध.
ब्रह्म-शस्त्र को लेइके, समता अंतर शुद्ध । જો તમે મુમુક્ષુ હશો તો જ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર તમારી પાસે આવશે અને રહેશે, અને તો જ મોહ-રાક્ષસરાજની માયાવી સેનાને પરાજિત કરી શકશો.
For Private And Personal Use Only