________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
अनादि-वासना-जालमाशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ।।८२ ।।
:અર્થ : આશા-તંતુઓથી ભરેલી અનાદિ વાસના-જાળને, મહામતિ પુરુષ, સામ્યભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી છેદે છે.
:વિવેચન : - અનાદિકાલીન વાસનાજાળ ! - આશાઓ, અપેક્ષાઓ, ઇચ્છાઓથી ઠસોઠસ ભરેલી વાસનાકાળ! એ
વાસનાજાળને સામાન્ય માનવી ન છેદી શકે. એને છેદી શકે મહાન મતિમાન
પુરુષ, પ્રજ્ઞાવંત પુરુષ. - વાસનાજાળને છેદવાનું તીક્ષ્ણ શસ્ત્ર જોઈએ સામ્યભાવનું. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ પ્રમાણે અર્થ કર્યો છે –
कूट वासना मढित है, आशातंतु वितान,
छेटे ताकु शुभमति, कर धरी साम्यकृपान । હાથમાં સામ્યભાવની કૃપાણ લો અને આશા-અપેક્ષાઓથી ભરેલી વાસનાજાળને છેદી નાંખો.
જો તમે પ્રજ્ઞાવંત પુરુષ છો, મહામતિ પુરુષ છો તો મનમાં સામ્યભાવ - સમતાભાવ ધારણ કરીને ઇચ્છાઓથી મુક્ત થાઓ, અપેક્ષાઓથી મુક્ત થાઓ, આશાઓથી મુક્ત થાઓ. તો જ અનાદિકાલીન વાસનાજાળ મેદાશે, છેદાશે અને આત્મા વાસનાઓથી મુક્ત બનશે.
ચિત્તમાં સામ્યભાવ આવશે એટલે મનોમન નિર્ણય થશે – હવે મારે પદ્રવ્યોની આશા નથી રાખવી. હવે મારે પરપદાર્થોની અપેક્ષા નથી રાખવી. હવે મારે ઈચ્છાઓની વણઝાર ન જોઈએ.' કરી જુઓ આ નિર્ણય. તમારું મન કેવી અપૂર્વ શાન્તિ અનુભવે છે. તમારો આત્મભાવ કેવો ઉપશાન્ત બને છે, તમને ત્યારે પ્રતીતિ થશે. હૃદયમાં સામ્યભાવને સ્થિર કરો.
For Private And Personal Use Only