________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૨
www.kobatirth.org
धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विजृंभते ।। ८१ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:અર્થ:
આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે, કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
:
મોહ+અજ્ઞાન = અવિદ્યા
=
વિવેચનઃ
આ સમગ્ર વિશ્વ માયામય-મિથ્યા હોવા છતાં, જીવાત્મા આ વિશ્વના પદાર્થોને તત્ત્વરૂપ-વાસ્તવિક માને છે, એનું કારણ છે.
અવિઘા
મોહમયી અવિદ્યા!
સામ્યશતક
આ વિશ્વમાં નિરંતર પ્રસાર પામતી અવિદ્યા
જે મિથ્યા છે, જે અસત્ છે, તેને આ અવિદ્યા તાત્ત્વિક સમજાવે છે. એટલું જ નહીં, જે સત્ છે, જે બ્રહ્મસ્વરૂપ છે, તેને આ અવિદ્યા અસત્ય સમજાવે છે. એટલે ગ્રંથકાર અવિદ્યાને ધિક્કારે છે.
For Private And Personal Use Only
મોહનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અવિદ્યા જન્મે છે.
અવિદ્યાનો નાશ કરવો જ જોઈએ. અવિદ્યા નાશ પામે તો જ ભ્રમણાઓ નાશ પામે. જે સતુ છે તે સત્ સમજાય અને જે અસત્ છે, તે અસત્
સમજાય.
આ વિશ્વને, આ જગતને સાચું માનવાની અવિઘા, જીવને જનમ-જનમથી વળગી છે, અનાદિકાળથી વળગેલી છે તેને દૂર કરવા નાનો-સૂનો ઉપાય કરવાથી નહીં ચાલે. એના માટે સતત અને ચીવટભર્યો ઉપાય કરવો પડશે. - ‘અવિદ્યા' થી ઘેરાયેલા અને જગતને તત્ત્વરૂપ માનનારા લોકોથી દૂર રહો. - અવિદ્યાની વાસનાને દૃઢ કરનારું વાંચન ન કરો, એવું સાંભળો નહીં. તમારા અંતઃકરણને જાગ્રત રાખો,