________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ।।८।।
અર્થ : જેમાં, આ સમગ્ર વિશ્વ માયામય કહેલું છે, તેમાં વિવેકી પુરુષોને શોકનો અવકાશ જ ક્યાં છે? (અર્થાત્ વિવેકીએ શોક ન કરવો જોઈએ.)
': વિવેચન : એક અપેક્ષાએ દ્રૌસત્ય નાાિ આ કથન સત્ય છે - એમ ગ્રંથકાર કહે છે. “આ વિશ્વ માયામય છે.... સાચું નથી...” તો પછી, આ વિશ્વમાં કાંઈ બગડી જાય, કાંઈ નાશ પામી જાય ... કાંઈ ચોરાઈ જાય... તો શોક શા માટે કરવાનો?
યાદ રાખો – “આ વિશ્વ... જે ચર્મચક્ષુથી દેખાય છે, તે મિથ્યા છે.... માયા છે... ઇન્દ્રજાળ છે... ખોટું છે....આ વિવેકદૃષ્ટિથી હંમેશાં જોશો તો તમારા મનમાં ક્યારેય શોક નહીં થાય, વિષાદ નહીં જન્મે.
હે આત્મનુ, તમે તો તમારા આત્મગુણોમાં જ રાચો! સમતાને ઘટમાં રાખીને સદૈવ આનંદમાં રહો! પરપદાર્થોમાં જેને રાચવું હોય તેને રાચવા દો! મિથ્યા જગતમાં રાચવું હોય તેને રાચવા દો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં -
पर में राचे पररुचि, निजरुचि निज गुणमाही,
खेले प्रभु आनंदघन, धरी समता गले बांहि, मायामय जग को कह्यो, जहाँ सब ही विस्तार,
ज्ञानीकुं होवत कहाँ, तिहाँ शोक को चार। આ વિશ્વમાં કાંઈ પણ ઘટે, કાંઈ પણ બને, તમે શોક ન કરો. તમે હર્ષ ન પામો. આ વિશ્વ માયામય છે, અસત્ય છે. તેમાં વિવેકી પુરુષ હર્ષ-શોક ન કરે.
For Private And Personal Use Only