________________
Shri Mahavir Jain Aradhana Kendra
८०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाधादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ।। ७९ ।।
: અર્થ:
જીવની વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધા પછી, મમતા કેમ જતી રહે છે?
: વિવેચન :
સામ્યશતક
મન જે પદાર્થો પર મમતા કરે છે, તે સાચી નથી હોતી, વાસ્તવિક નથી હોતી. કારણ કે તે વસ્તુનિષ્ઠ નથી હોતી, મનઃ કૃત હોય છે. જો વસ્તુનિષ્ઠ હોય તો તે કાયમ રહેવી જોઈએ, પરંતુ તે કાયમ નથી રહેતી. જ્યાં સુધી મનની મમતા હોય છે ત્યાં સુધી જ રહે છે.
જે મકાન, જે ગાય-ભેંસ, જે ગાડી-ઘોડા, કાર-સ્કૂટર.... પોતાના હોય છે, ‘આ બધું મારું,' આવી વાસના હોય છે, ત્યાં સુધી મમત્વ રહે છે, રાગદ્વેષ થાય છે, પરંતુ એ બધું વેચાઈ ગયા પછી મમત્વ રહેતું નથી! કારણ કે મનઃકૃત વાસના ચાલી ગઈ છે!
ગ્રંથકાર આ વાત વારંવાર, જુદાં જુદાં દૃષ્ટિકોણથી સમજાવે છે કે વિષયોમાં સુખ કે દુઃખ નથી, તમારા મનની કલ્પનામાં સુખ-દુઃખ રહેલાં છે. કોઈ વિષય સારો-ન૨સો નથી. સારા-નરસાની કલ્પનાઓ તમારા મનની છે! રાગ-દ્વેષ તમારું મન કરે છે....
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
मनकृत ममता जूठ है, नहीं वस्तु पर जाय, नहिं तो वस्तु विकायथें, क्युं ममता मिट जाय?
For Private And Personal Use Only
બધી માયા મનની છે. મનના વિકારો, મનના વિલાસો જ રાગ-દ્વેષ અને મોહ કરાવે છે, કર્મબંધ કરાવે છે અને સંસારની ચાર ગતિમાં ભટકાવે છે.