________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ममत्वं नाम भावेषु वासनातो, न वस्तुतः । औरसादपरत्रापि पुत्रवात्सल्यमीक्ष्यते ।।७८ ।।
: અર્થ:
પદાર્થોમાં વાસનાથી જ મમત્વ છે, વસ્તુથી નથી. જેમ પોતાના ઔરસ પુત્ર સિવાય પણ બીજે પુત્રવાત્સલ્ય જોવા મળે છે.
: વિવેચન :
૯
‘આ વસ્તુ મારી છે.’ માટે વસ્તુમાં મમત્વ થાય છે. મારાપણાની વાસના, મારાપણાની આસક્તિ મમત્વનું કારણ છે. એવી રીતે જે વસ્તુ, જે વ્યક્તિ તમારી ન હોય, છતાં જો એના તરફ પ્રિયત્વની વાસના જાગે તો, એ વસ્તુ કે એ વ્યક્તિ ઉપર મમત્વ જાગે છે.
તમારા પુત્ર ઉપર વાત્સલ્ય જાગે છે, તેમ જે બાળક તમારું ન હોય એના ઉપર પણ પુત્રવત્ વાત્સલ્ય જાગે છે.
- તમારી પત્ની ઉપર પ્રેમ હોય છે, તેમ જે સ્ત્રી તમારી નથી, એ પણ જો તમને ગમે છે તો પત્નીવત્ પ્રેમ જાગે છે.
વાસના ‘મારા-તમારાનો' વિચાર કરતી નથી. વાસના એટલે વાસના! જે આપણું હોય એના પર મમત્વ થાય અને જે આપણું ન હોય, એના ઉપર પણ
મમત્વ થાય.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે
गुन ममकार, न वस्तु को, सो वासना निमित्त, माने सुत में सुत अधिक, वोरत है हित चित्त ।
સ્વપદાર્થમાં જેમ મમત્વની વાસના નથી રાખવાની, તેમ પર પદાર્થમાં પણ પ્રિયત્વની વાસના નથી રાખવાની. જો પ૨૫દાર્થ તમને પ્રિય લાગશે તો તે મેળવવાની વાસના જાગશે. એ વાસના ખતરનાક હોય છે. એમાં ય
For Private And Personal Use Only
પરધન અને પરસ્ત્રી આ બે વસ્તુ ક્યારેય ગમવા દેશો નહીં. એમાં પ્રિયત્વની વાસના બંધાવા દેશો નહીં, નહીંતર તમારો વિનાશ થશે.