________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્પશતક
इदं कृत्रिमकपूरकल्पं संकल्पजं सुखम् । रंजयत्यंजसा मुग्धानांतरज्ञानदुःस्थितान् ।।७७ ।।
: અર્થ : બનાવટી કપૂરના જેવું, સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ, આંતરજ્ઞાનરહિત મુગ્ધ જીવોને તત્કાળ રાજી કરે છે.
:વિવેચન : બનાવટી કપૂરની સુગંધ અલ્પકાલીન હોય છે, એવી રીતે વિચારોમાંથી જનમતું સુખ પણ ક્ષણજીવી હોય છે.
આવું ક્ષણજીવી પણ સુખ, અજ્ઞાની – મૂઢજીવોને ગમતું હોય છે. ‘તત્કાળ તો સુખ મળે છે ને!” બસ, અજ્ઞાની જીવો રાજી થઈ જતા હોય છે. જ્ઞાની પુરુષો ક્ષણિક સુખોમાં રાજી નથી થતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
भवको सुख संकल्प-भव, कृत्रिम जिसो कपूर,
रंजत है जन मुग्ध कुं, वर्जित ज्ञान-अंकूर। સંસારનાં બધાં સુખ કૃત્રિમ કપૂર જેવાં હોય છે. પાંચ ઇન્દ્રિયોનાં બધાં જ વૈષયિક સુખ બનાવટી કપૂર જેવાં છે. એમાં જ્ઞાની પુરુષો રાજી થતા નથી. જેમને “આંતરજ્ઞાન' પ્રાપ્ત થાય છે, તેવા જ્ઞાની પુરુષોને અંતરાત્મામાં રહેલું આત્મજ્ઞાન જ પ્રિય હોય છે. અને, આત્મજ્ઞાની પુરુષોને આંતરસુખ ગમતું હોય છે. અર્થાત્ જે સુખ મૂઢ-અજ્ઞાની જીવોને ગમે છે, તે ક્ષણિક સુખ આત્મજ્ઞાની પુરુષોને ગમતું નથી અને આત્મજ્ઞાની પુરુષોને જે સુખ ગમે છે તે મૂઢ જીવોને ગમતું નથી
વિચારો-વિકારોમાંથી જનમતી સુખની કલ્પના ક્ષણિક હોય છે. પછી દીર્ઘકાલીન દુઃખ આવે છે. ક્ષણિક સુખોમાં રાજી થનારા મૂઢ જીવો પછીથી લાંબા કાળ સુધી દુઃખી થતા હોય છે. વળી, કલ્પનાજન્ય સુખો પણ કર્મોને આધીન હોય છે, ઇચ્છા મુજબ મળતાં નથી. માટે એવાં સુખોની ઇચ્છા ન કરો.
For Private And Personal Use Only