________________
Shri Mahavir Jain Aradhana Kendra
ડ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मन्येव हि नेदिष्टे निरायासे सुखे सति ।
किं ताम्यसि बहिर्मूढ ! सतृष्णायामिवैणकः ।। ७५ ।।
: અર્થ:
ઝાંઝવાના જળ તરફ જેમ હરણ દોડે છે, તેમ હે મૂઢ જીવ, તારા આત્માની અંદર જ સહજ સુખ રહેલું છે, તે છોડીને બહાર શા માટે વલખાં મારે છે? : વિવેચન :
ભોળું હરણ!
હરણને પાસે રહેલું પાણી ભરેલું તળાવ દેખાતું નથી.... એને દૂર દૂર ઝાંઝવાનાં જળ દેખાય છે.... એ પીવા એ દોડે છે.... બળબળતા તાપમાં દોડે છે. પાણી નથી મળતું.... જ્યાં સુધી સૂર્યનાં કિરણો રણની રેતી ઉપર પડતાં રહે છે, પાણીનો ભ્રમ ઊભો રહે છે, ત્યાં સુધી હરણ દોડ્યા કરે છે.... છેવટે થાકીને......... ઘોર તૃષામાં મરણને શરણ થાય છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે .
–
સામ્યશતક
મૂઢ જીવની પણ એવી જ સ્થિતિ થાય છે. પોતાની નજીક.... પોતાની અંદર જ સહજ અનંત સુખ રહેલું છે, તે એને દેખાતું નથી. એને દૂરનાં વૈયિક સુખો દેખાય છે, એ સુખો મેળવવા અને ભોગવવા, જન્મથી મૃત્યુ સુધી દોડતો રહે છે.... કૃત્રિમ અને નિઃસાર વિષયસુખોથી જીવને ક્યારેય તૃપ્તિ થતી નથી. અતૃપ્તિ અને આસક્તિના પરિણામે એ મૂઢ જીવ દુઃખી-દુ:ખી થઈ જાય છે, અને મોતને શરણ થાય છે. દુર્ગતિમાં ચાલ્યો જાય છે.
बाहिर बहुरि कहा फिरे, आपहि में हित देख, मृगतृष्णा सम विषय को, सुख सब जानी उवेरव ।
For Private And Personal Use Only
- વૈષયિક સુખોને મૃગતૃષ્ણા જેવાં સમજો,
- મૂઢતાને દૂર કરી, એ વિષયસુખોનો ત્યાગ કરો, અને
તમારા આત્મામાં રહેલા સહજ ને શાશ્વતૂ સુખને જાણો.
મૂઢતા દૂર થશે તો જ આત્માની ભીતર દૃષ્ટિ જશે અને ભીતરમાં સુખનો મહાસાગર દેખાશે.