________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્યશતક
अवधत्से यथा मूढ! ललना-ललिते मनः । मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ।।७४ ।।
: અર્થ : હે મૂઢ જીવ! જેમ તું સ્ત્રીના વિલાસમાં મન રાખે છે, તેમ મૈત્રી વગેરે ભાવનાઓમાં રાખ, અને તારા આત્માનું હિત કર.
:વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રમુખ વિષય છે સ્ત્રી!
આ વિશ્વમાં અનાદિકાળથી “સ્ત્રી' એવો આકર્ષક વિષય રહેલો છે કે પુરુષ, અજ્ઞાની પુરુષ એના પ્રત્યે આકર્ષાયેલો રહે છે. જો કે પુરુષમાં રહેલું પુરુષવેદ' નામનું મોહનીય કર્મ જ એને સ્ત્રી તરફ ઉશ્કેરે છે, મોહિત કરે છે અને એના મન-વચન-કાયાને વાસનાથી રંગી દે છે.
એવી જ સ્થિતિ પક્ષ પ્રત્યે સ્ત્રીની હોય છે. સ્ત્રીમાં રહેલું “સ્ત્રીવેદ’ નામનું મોહનીય કર્મ સ્ત્રીને પુરુષ તરફ આકર્ષે છે ને મોહિત કરે છે. સ્ત્રી, પુરુષવાસનાથી રંગાઈ જાય છે.
ગ્રંથકાર કહે છે : સ્ત્રીના વિવિધ વિલાસોમાં તારા મનને ન જડ. તારું મન મૂલ્યવાન છે. એનો સદુપયોગ કર. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ આ ચાર ભાવનાઓમાં મનને જોડ. મનમાં આ ભાવનાઓની રમણતા કર. - બીજા જીવોના હિતનો વિચાર કર. - બીજા જીવોનું સુખ જોઈને રાજી થા. - બીજા જીવોનાં દુઃખોને દૂર કરવાનો વિચાર કર. - બીજા જીવોના અપરિહાર્ય દોષોની ઉપેક્ષા કર. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
जैसे ललना-ललित में भाव धरत है सार,
तैसे मैत्री प्रमुख में, चित्त धरी कर सुविचार । ગ્રંથકારે મનને વિષયોથી મુક્ત રાખવા માટે મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન કરવાનો, શ્રેષ્ઠ ઉપાય સૂચવ્યો છે.
For Private And Personal Use Only