________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભ્યશતક
संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु । स्वान्तदंती वशं याति वीतकर्मानुशासनात् ।।७१ ।।
વિષયરૂપી ગામના સીમાડામાં સ્વચ્છંદપણે ફરનારો મનરૂપી હાથી, કર્મરહિત વીતરાગના શાસનથી વશ થાય છે.
વિવેચનઃ પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોનું એક મોટું નગર છે! એ નગરના સીમાડામાં મનરૂપી હાથી સ્વચ્છંદપો, ઉન્મત્ત બની ફરતો રહે છે.
મનને ઉન્મત્ત-સ્વછંદી હાથીની ઉપમા આપી છે. એને સામાન્ય મહાવત વશ નથી રાખી શકતો. એનું અનુશાસન વીતરાગનું શાસન જ કરી શકે છે. અર્થાત્ વીતરાગ ભગવંતની વાણીનું શ્રવણ કરવાથી “તત્ત્વ-વિચાર' પ્રાપ્ત થાય છે. તત્ત્વવિચારથી મનની ચંચળતા દૂર થાય છે. તો જ મનને વશ કરી શકાય છે. મનનો હાથી વીતરાગ શાસનથી જ વશ કરી શકાય
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અનુવાદ આ રીતે કર્યો છે -
विषयग्राम की सीममें, इच्छाचारी चरंत,
जिन-आणा अंकुश धरी, मन-गज वश करो संत। જિનાજ્ઞાના અંકુશથી મન-ગજને વશ કરો! અર્થાતુ મનને જ્ઞાનથી જ વશ કરી શકાય છે, એ તાત્પર્ય છે.
જિનવાણીનું સદ્ગુરુના મુખે પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. શ્રાવકનું આ એક દૈનિક કર્તવ્ય બતાવવામાં આવેલું છે. વધુમાં વધુ સમય જિનોક્ત તત્ત્વોના શ્રવણ, મનન, ચિંતનમાં પસાર કરવો જોઈએ, તો મનનું વશીકરણ થઈ શકે, મન પવિત્ર રહે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકવાનું ઓછું થાય. વિષયોની નિઃસારતાનો જેમ જેમ બોધ વધતો જાય, તેમ તેમ મન વિરક્ત બનતું જાય અને તત્ત્વચિંતનમાં લીનતા વધતી જાય.
For Private And Personal Use Only