________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् ।
तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः । ।७० ।।
:અર્થ:
દુઃખે કરીને દમન કરી શકાય એવા મનને જીતવાથી, ઇન્દ્રિયો સુખપૂર્વક જીતી શકાય છે. મનને તત્ત્વવિચારથી જીતવું જોઈએ, એમ મારું (ગ્રંથકારનું) માનવું છે.
:વિવેચનઃ
૭૧
મનને જીતવું, ઘણું દુઃખદાયી છે. ઘણું મુશ્કેલ છે, પરંતુ જો તમે મનને જીતી લો, તો ઇન્દ્રિયોને સુખપૂર્વક જીતી શકશો. ઇન્દ્રિયો મનની આજ્ઞા માને છે.
દુર્રાન્ત મનનું દમન કરવાથી એ નહીં જીતી શકાય. એનું શમન કરવાનો પ્રયત્ન કરો, શાન્ત-પ્રશાન્ત કરવાનો ઉપાય કરો તો એને જીતી શકાશે. મનનું શમન તત્ત્વચિંતનથી કરી શકાય છે! તત્ત્વચિંતન મનશમનનો અમોઘ ઉપાય છે. એટલે જ તીર્થંકર ભગવંતોએ તત્ત્વ-અભ્યાસ કરવાનો, તત્ત્વોની અનુપ્રેક્ષા (ચિંતન) કરવાનો ખાસ ઉપદેશ આપ્યો છે. ખાસ કરીને સાધુ-સાધ્વીને દિવસરાતના ૧૫ કલાક એ માટે ફાળવ્યા છે!
ઇન્દ્રિયો પર વિજય મેળવવા મનોજય કરો. મનોજય ક૨વા તત્ત્વચિંતન કરો.
તત્ત્વચિંતન કરવા તત્ત્વોનો અભ્યાસ કરો.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષઆ નવ તત્ત્વોનું ચિંતન કરતા રહો. કોઈ જ્ઞાનીપુરુષ પાસેથી ચિંતન કરવાની કળા શીખી લો. આ તત્ત્વચિંતનથી અવશ્ય તમે મનોવિજય મેળવી શકશો.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ આ જ વાત કહી છે -
दुर्दमन के जय किये, इन्द्रिय जग सुख होत, तात मन जय करन कुं, करो विचार - उद्योत । ‘વિચાર-ઉદ્યોત' એટલે તત્ત્વચિંતન.
For Private And Personal Use Only