________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સામ્યશતક
दर्शयन्ति स्वललितैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्टास्ताः किं विश्रम्भभाजनम् ।।६७ ।।
: અર્થ : જે સ્ત્રીઓ, પોતાના હાવભાવથી અસત્યને સત્યરૂપે બતાવી શકે છે, એવી એ (સ્ત્રીઓ) ઇન્દ્રજાળ રચવામાં નિપુણ હોય છે. એ સ્ત્રીઓ વિશ્વાસપાત્ર કેમ ગણાય?
:વિવેચન : સ્ત્રીઓનો એવો એક ઇતિહાસ છે કે, - જેમણે સાવ અસત્ય વાતને સત્યરૂપે સિદ્ધ કરી છે, - જેમણે મોહક ઇન્દ્રજાળ રચીને પુરુષોને ફસાવ્યા છે.... - જેમણે પુરુષો સાથે વિશ્વાસઘાત કર્યો છે!
આ બધું જાણ્યા પછી, ગ્રંથકાર પૂછે છે કે આવી સ્ત્રીઓ પર વિશ્વાસ કેમ કરાય? ન જ કરાય.
આ એક સર્વસામાન્ય (જનરલ) વાત છે. અપવાદરૂપે એવી સ્ત્રીઓ હોય છે કે જે વિશ્વાસને નિભાવે છે. જે મોહની ઇન્દ્રજાળ રચતી નથી કે અસત્યને સત્યરૂપે સિદ્ધ કરતી નથી. સામાન્ય સ્ત્રીને લક્ષ્ય બનાવીને ઉપાધ્યાયજી કહે છે –
दाखे आप विलासकरी जूठेकु भी साच,
इन्द्रजाल पर कामिनी, तासुं तुं मन राच । हसितफूल पल्लव-अधर, कुचफल कठिन विशाल,
प्रिया देखी मत राच तुं, या विषवेली रसाल । સ્ત્રી એક વિષવેલ છે, સ્ત્રીનું હાસ્ય ફૂલ છે. પલ્લવ એના હોઠ છે અને એના કઠિન - વિશાલ સ્તન ફળ છે! એવી સ્ત્રીને જોઈને હે મુનિ, તું રાચીશ નહીં.' આગળ વધીને કહે છે -
चर्ममढित है कामिनी, भाजन मूत-पुरीख, काम-कीट आकुल सदा, परिहर मुनि! गुरुशीख । સ્ત્રીના ઉપર માત્ર સુંદર ચામડી મઢેલી છે. બાકી અંદર તો મૂત્ર અને વિષ્ટા જ ભરેલી છે. વાસનાના કીડા ખદબદે છે. હે મુનિ, તું એવી સ્ત્રીનો ત્યાગ કર.
For Private And Personal Use Only