________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ્યશતક
यस्य साम्राज्यचिंतायां प्रधानं हंत योषितः। सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ।।६६ ।।
: અર્થ : ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મસલતામાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ, પોતાની સ્થિરતા કેમ ઇચ્છતો હશે?
:વિવેચન : પ્રાચીન ભારતીય રાજનીતિમાં, સ્ત્રીનું સ્થાન નગણ્ય હતું. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન મળતું ન હતું. જે રાજા પોતાના પ્રધાનમંડળમાં સ્ત્રીને પ્રધાનપદ આપતો હતો તેનું રાજ્ય સલામત રહેતું ન હતું. રાજનીતિમાં સ્ત્રીની સલાહ લેવામાં આવતી ન હતી. અપવાદરૂપે કોઈ રાજા, એવી વિદુષી સ્ત્રીની સલાહ લેતો, એ જુદી વાત છે.
પ્રસ્તુતમાં રાજનીતિની વાત નથી. પ્રસ્તુતમાં તો કામદેવના સામ્રાજ્યની વાત છે! કામદેવનું તો સમગ્ર પ્રધાનમંડળ સ્ત્રીઓનું બનેલું છે! કામદેવની સલાહકાર બધી સ્ત્રીઓ જ છે... અને તે છતાં અસંખ્ય વર્ષોથી કામદેવ આ વિશ્વ પર રાજ્ય કરે છે! વિશ્વ પર જામીને બેઠો છે! સ્થિર થઈને બેઠો
છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
जा के राज-विचारमें अबला एक प्रधान,
सो चाहत है सर्वजय, कैसे काम तमाम? જે કામદેવના રાજ્યમાં, રાજકીય સલાહમાં સ્ત્રી-પ્રધાન છે, તે આ વિશ્વમાં વિજય ઇચ્છે છે, તે કેવી રીતે શક્ય છે?
કામદેવે એ શક્ય કરી બતાવ્યું છે. સ્ત્રીના માધ્યમથી જ એણે વિશ્વ પર વિજય મેળવ્યો છે... એક માત્ર જ્ઞાની પુરુષો ઉપર એનું કાંઈ ઊપજતું નથી. જેમના હૃદયમાં આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો હોય છે, તેઓ કામવિજેતા બને છે. સામાન્ય શ્રુતજ્ઞાની ત વિષયોની ઇન્દ્રજાળમાં ભ્રમિત થઈ જાય છે. જેમ દિમોહ થાય છે તેમ વિષયભ્રમ થાય છે.
For Private And Personal Use Only