________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક विषमेषुरयं धूर्तचक्रशक्रत्वमर्हति। दुःखं सुखतयादर्शि येन विधप्रतारिणा ।।६५ ।।
: અર્થ : વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે, કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે.
વિવેચન : કામદેવ વિષમ' બાણવાળો છે.
વિષમ' એટલે વિપરીત અથવા એકી સંખ્યાવાળાં (પાંચ) બાણ ધારણ કરનારો છે કામદેવ.
જેમ ઠગારો - ધુતારો ખોટી વાતને ખરી અને ખરી વાતને ખોટી બતાવે છે, તેવી રીતે કામદેવ પણ દુઃખને સુખરૂપ બતાવીને આ દુનિયાને ઠગે છે, ભલભલા વિદ્વાનોને, જ્ઞાનીઓને પણ ઠગે છે, માટે તે ઠગારો છે, ધુતારો છે, પરંતુ સામાન્ય કોટિનો ધુતારો નથી, ધુતારા લોકોનો રાજા છે!
એક વાત સમજી રાખો કે આ ધૂર્તસમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે. એટલે તો ગ્રંથકારે “વિશ્વ પ્રતારિણા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કામદેવે સમગ્ર વિશ્વને છેતર્યું છે! દુનિયા એનાથી છેતરાતી રહી છે, એ છેતરામણને ઢાંકવા માટે વિદ્વાનોએ ઘણી ઘણી વાતો લખી છે; પરંતુ એથી કાંઈ કામવાસનાની ધૂર્તતાને નકારી શકાતી નથી.
અલબત્ત, આ કામવાસના વેદમોહનીય કર્મના ઉદયથી પ્રગટે છે, કર્મજન્ય છે; પરંતુ જ્યાં સુધી એ જીવના અંકુશમાં રહે છે, ત્યાં સુધી જ બરાબર , જ્યારે એ જીવને વશ નથી રહેતી, જીવ એ વાસનાને પરવશ બની જાય છે ત્યારે જીવ સુખની ભ્રમણામાં અટવાતો, દુઃખના ઊંડા પાણીમાં ઊતરતો જાય છે.... છેવટે એનો સર્વનાશ થાય છે.
For Private And Personal Use Only