________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાભ્યાતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अहो संकल्पजन्मायं विधाता नूतनः
તિ
क्लेशजं दुःखमप्येतद्विधत्ते यस्तु सुखाख्यया ।। ६४ ।।
: અર્થ:
અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ક્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે.
: વિવેચન :
કામવાસના સંકલ્પ (વિચાર)માંથી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય છે કે ‘કામદેવ’ સંકલ્પજન્મા છે.
૬૫
કામવાસનાને પરવશ જીવ, દુ:ખને પણ સુખરૂપે સમજે છે. ક્લેશમય દુ:ખને પણ સુખ માને છે. આ કામવાસના જીવને ભ્રમિત કરતી રહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે
दुःख सब ही सुख विषय को, कर्मव्याधि- प्रतिकार, ताकुं मन्मथ सुख कहे धूर्त जगत दुःखकार ।
વૈયિક સુખ દુઃખરૂપ જ છે; પરંતુ મન્મથપરવશ જીવ એને સુખ માને છે. માટે જગતમાં મન્મથને - કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે માટે તે ધૂર્ત છે.
જ્ઞાની-યોગી પુરુષોની દૃષ્ટિએ કામવાસના દુઃખરૂપ છે, પરંતુ અજ્ઞાની અને ભોગ લોકોની દૃષ્ટિએ એ વાસના સુખરૂપ મનાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે આલંકારિક ભાષામાં કામદેવને નવી જાતના વિધાતા તરીકે વર્ણવ્યો છે! લોકપ્રસિદ્ધ વિધાતા તો સુખને સુખરૂપે ઓળખાવે છે અને દુ:ખોને દુઃખરૂપે ઓળખાવે છે. જ્યારે આ કામદેવ એવો વિધાતા છે કે જે દુઃખને સુખરૂપે ઓળખાવે છે!
For Private And Personal Use Only
માલવપતિ મુંજ જેવો વિદ્વાનુ રાજા પણ આ કામદેવના ફંદામાં ફસાઈને દુઃખરૂપ કામવાસના (પરસ્ત્રીજન્ય)માં સુખ માની બેઠો હતો. એના પરિણામે ભયંકર મોતને પામ્યો હતો. હાથીના પગ નીચે ચગદાઈને મર્યો હતો.