________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः। क्षणादः श्रुतबलं लीलयैव विलुप्यते ।।६०।।
: અર્થ : અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇકિયોરૂપ મહાવીર, લીલા માત્રથી (સહજતાથી) શ્રુતબળ (જ્ઞાનબળ) નો ક્ષણમાં નાશ કરી નાંખે છે.
:વિવેચન : અંતરંગ શત્રઓની એક મોટી સેના છે. એ સેનાના અગ્રભાગે આ ઇન્દ્રિયરૂપ પાંચ મહાવીરો રહેલા હોય છે. આ પાંચેય મહાવીરો પ્રચંડ શક્તિ ધરાવે છે.
આ ઇન્દ્રિય-મહાવીરો - ભલભલા તપસ્વીઓને ભૂશરણ કરી દે છે. - મોટા દાનવીરોને ધૂળ ચાટતા કરી દે છે. - મોટા શાસ્ત્રજ્ઞોને, વિદ્વાનોને પરાજિત કરી દે છે. - મહાનું બુદ્ધિમાનોને ક્ષણવારમાં હરાવી દે છે!
શાસ્ત્રો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે.
માટે મહત્ત્વનું કાર્ય છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું. પાંચેય ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ વશ કરવાની અદ્ભુત કળા આપણે મહામુનિ સ્થૂલભદ્રજી પાસેથી શીખવાની છે. જે કોશા-વેશ્યાના ભવનમાં સ્થૂલભદ્ર ઇન્દ્રિયોથી પરાજિત થઈને પડ્યા રહ્યા હતા, તે જ ભવનમાં સ્થૂલભદ્ર મહામુનિ બનીને, પાંચેય ઇન્દ્રિયોના વિજેતા બનીને રહ્યા હતા. કોશાએ ઇન્દ્રિયોના બધા જ સુભટો દ્વારા સ્થૂલભદ્ર ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે ફાવી ન હતી.
સ્થૂલભદ્રજીએ એ મહાનું અદ્વિતીય વિજય, આત્મજ્ઞાનની લીનતાથી મેળવ્યો હતો, સમત્વની શ્રેષ્ઠ સાધનાથી મેળવ્યો હતો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
अंतरंग-रिपु-कटक-भट, सेनानी बलवंत, इन्द्रिय क्षण में हरत है, श्रुतबल अतुल अनंत ।
For Private And Personal Use Only