________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः । विसृत्वरेण रजसा तत्त्वद्रष्टिर्विलीयते । ६१ ।।
: અર્થ :
સ્વેચ્છાચારી ઇન્દ્રિયોરૂપી અશ્વોના ઉદ્ધત (નિર્બંધન) પગલાંથી ઊડેલી રજ વડે ‘તત્ત્વદૃષ્ટિ' લોપાય છે.
સામ્યાતક
: વિવેચન :
ધુળેટીયો રસ્તો હોય અને સ્વેચ્છાચારી નિર્બંધન ઘોડા દોડતા હોય, ત્યારે જે ધૂળ ઊડે, એ ધૂળથી આંખો ભરાઈ જાય, દેખાતું બંધ થઈ જાય. એવી રીતે આ ભવના મારગ પર સ્વેચ્છાચારી ઇન્દ્રિયોના અશ્વો, નિર્બંધન બનીને દોડે છે ત્યારે રજોગુણની ધૂળથી તત્ત્વષ્ટિ લોપાઈ જાય છે.
તત્ત્વદ્રષ્ટિ!
મોક્ષમાર્ગની આરાધનામાં તત્ત્વદૃષ્ટિનું અસાધારણ મહત્ત્વ હોય છે. આત્મસામ્રાજ્યનું દર્શન તત્ત્વદૃષ્ટિથી જ થઈ શકે છે. વૈરાગ્ય-સંપત્તિ, તત્ત્વદ્રષ્ટિથી જ મળી શકે છે. તત્ત્વદૃષ્ટિથી જ આ બધી ભવની ભ્રાન્તિઓ દૂર થાય છે. તત્ત્વદૃષ્ટિથી જ જગતનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થાય છે.
તમારી પાસે જ્યાં સુધી તત્ત્વદૃષ્ટિનો ઉઘાડ હશે ત્યાં સુધી એક પણ ઇન્દ્રિયનો વિકાર તમારા મનમાં ઉત્પન્ન નહીં થઈ શકે. આ તત્ત્વષ્ટિનો મહાન્ ઉપકાર છે. આવી પરમ ઉપકારી તત્ત્વદૃષ્ટિને ભય એક માત્ર ઇન્દ્રિયોના ઉદ્ધત અને ઉન્મત્ત આચરણનો છે. એટલે ઇન્દ્રિયોના અશ્વોને છૂટા મૂકી દેવાના નથી.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે
अनियत चंचलकरण हय, पद-प्रवाह रजपूर, आशाछादत करत है, तत्त्वद्रष्टि बल दूर ।
For Private And Personal Use Only
‘આશા' એટલે દિશા. હય એટલે અશ્વ. અશ્વોના પદ-પ્રહારથી જે રજ (ધૂળ) નું પૂર ઊછળે છે, તે દિશાઓને ઢાંકી દે છે અને તત્ત્વદૃષ્ટિનું બળ તોડી નાંખે છે.